- ટેક્સટાઇલ સેક્ટર માટે મોટા સમાચાર
- ટેક્સટાઇલ સેક્ટરને PIL હેઠળ મળશે 10683 કરોડ
- આ ઇન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઇલ સેક્ટરને અપાશે
નવી દિલ્હી: ટેક્સટાઇલ સેક્ટર માટે એક મોટો સમાચાર છે. કેબિનેટે ટેક્સટાઇલ સેક્ટર માટે 10683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ ઇન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઇલ સેક્ટરને આપવામાં આવશે. આજે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો.
બેઠક બાદ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને IB મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના મોટા નિર્ણયો પર જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, PLI સ્કીમથી ભારતીય ટેક્સટાઇલ સેક્ટરને ગ્લોબલ રીતે સ્પર્ધાત્મક બનાવવામાં મદદ મળશે. PLI સ્કીમથી 7.5 લાખ લોકો લાભાન્વિત થશે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કાપડ ઉદ્યોગ માટે PM મોદીએ લીધા પગલાં કદાચ જ કોઇએ લીધા હશે. મને વિશ્વાસ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું વર્ચસ્વ દેખાડી શકશે. સમગ્ર વેલ્યૂ ચેન, જેની Man Made Fiber અને Technical Textileમાં જરૂર પડે છે. તેને પ્રમોટ કરવામાં આવશે.
ખેડૂતો માટે પણ સારા સમાચાર
ખેડૂતો માટે પણ શુભ સમાચાર છે. કેબિનેટે શેરડીના ખેડૂતો માટે 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ખરીદભાવને મંજૂરી આપી દીધી છે. જે અત્યારસુધીના સૌથી વધુ ભાવ છે. કેબિનેટે માર્કેટિંગ સીઝન 2022-23 માટે રવિ પાક માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય એટલે કે ટેકાનો ભાવમાં વધારો કર્યો. ઘઉં માટે MSP 1975 રૂપિયાથી વધારીને 2015 રૂપિયા કર્યો. આ MSP પર ઉત્પાદન ખર્ચના તેમના 100 ટકા ખેડૂતોને પાછા આવી જશે.
ચણાની MSP વર્ષ 2022-23 માટે 5230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી. જે પહેલા 5100 રૂપિયા હતી. મસૂરની MSP 5100 રૂપિયાથી વધારીને 5500 રૂપિયા કરવામાં આવી. મસ્ટર્ડની MSP 4650 રૂપિયાથી વધારીને 5050 રૂપિયા કરવામાં આવી.