Site icon Revoi.in

કોરોના વચ્ચે વધુ એક મહામારીનું જોખમ તોળાઇ રહ્યું છે, વૈજ્ઞાનિકોમાં ડર

Social Share

નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે બીજી તરફ એક એવા ફંગસથી વૈજ્ઞાનિકોમાં ડર વ્યાપી ગયો છે. આ ફંગસ કોરોનાથી પણ વધુ તબાહી મચાવી શકે છે. આ ફંગસનું નામ કેન્ડિલા ઓરિસ છે. જે બ્લેક પ્લેગ ફેલાવવાનું કારણ બની શકે છે. આ ફંગસ ખૂબ જ જોખમી કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિકો અનુસાર કેન્ડિલા ઓરિસ ફંગસ એટલી ખતરનાક છે કે તે કોરોનાથી પણ મોટી મહામારી લાવીને તબાહી મચાવી શકે છે. કારણ કે તે ઝડપથી ફેલાઇ રહી છે. ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કેન્ડિલા ઓરિસ પોતાની જાતને વધુ સારી કરી રહી છે અને મોટા ભાગની એન્ટિફંગલ દવાઓને બેઅસર કરી રહી છે. સીડીસી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ ડર વ્યક્ત કર્યો છે કે જો આ ફંગસ હોસ્પિટલોમાં ફેલાઇ ગઇ તો ખૂબ જ જોખમી સાબિત થશે.

કેન્ડિલા ઓરિસ ફંગસ કેન્ડિલા ઓરિસ સપાટી પર લાંબા સમય સુધી પોતાને જીવિત રાખવા સક્ષમ છે. બ્લેક પ્લેગ સાથે તેની તુલના એ માટે કરવામાં આવી રહી છે કે તે બંદરોથી ફેલાયેલી છે.

કોરોના (Covid 19)  મહામારીએ સમગ્ર દુનિયામાં સ્વાસ્થ્ય સેવાઓમાં ફેલાયેલી કમીઓને ઉજાગર કરી. આ કમીઓને દૂર કરવાની જરૂર છે. કારણ કે આવનારા સમયમાં અનેક મહામારી ફેલાઈ શકે છે. જેમાં પર્યાવરણ પરિવર્તન પણ મહત્વની ભૂમિકા ભજવશે.

(સંકેત)