1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હીમાં હવે HSRP નંબર પ્લેટ વગરની ગાડીનો રૂ.5500નો મેમો ફાટશે

દિલ્હીમાં હવે HSRP નંબર પ્લેટ વગરની ગાડીનો રૂ.5500નો મેમો ફાટશે

0
Social Share
  • દિલ્હીમાં HSRP વગર વાહન ચલાવતા લોકો સામે સરકાર એક્શનમાં
  • હવે દિલ્હીમાં HSRP વગરની ગાડીને 5500 રૂપિયાનો દંડ થશે
  • HSRP ઉપરાંત, કલર કોડેડ ફ્યુઅલ સ્ટિકર પણ ફરજીયાત બનાવાયું

નવી દિલ્હી: દિલ્હીમાં હવે HSRP વગર વાહન ચલાવતા ચાલકો સામે દિલ્હી સરકાર એક્શનમાં આવી છે. હવે દિલ્હીમાં HSRP વગરની ગાડીને 5500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે. HSRP ઉપરાંત, કલર કોડેડ ફ્યુઅલ સ્ટિકર પણ ફરજીયાત બનાવાયું છે. હાલ આ મામલે ટુ વ્હીલર અને અન્ય રાજ્યમાં રજિસ્ટર થયેલી ગાડીને મુક્તિ આપવામાં આવી છે.

મોટર વ્હીકલ એક્ટ અનુસાર જો HSRP ના હોય તો 10 હજાર રૂપિયાનો દંડ થઇ શકે છે. જો કે દિલ્હીમાં દંડની રકમ 5500 નિર્ધારિત કરાઇ છે. તે ઉપરાંત જો ગાડીમાં કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર નહીં હોય તેને પણ આટલો જ દંડ ચૂકવવો પડશે. અર્થાત્, જો કોઇ કારમાં HSRP તેમજ ફ્યુઅલ સ્ટિકર એમ બંને ના હોય તો તેના ચાલકને 11 હજાર રૂપિયાનો મેમો ફટકારવામાં આવશે.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં દિલ્હીમાં ગાડીઓ પર કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર લગાવવા માટે આદેશ કર્યો હતો. જેમાં પેટ્રોલ અને સીએનજી માટે લાઇટ બ્લૂ કલર તેમજ ડીઝલ માટે ઓરેન્જ કલરના સ્ટીકરનો યૂઝ કરાય છે. છેલ્લા 2 વર્ષથી દિલ્હીમાં તમામ નવા વાહન આ સ્ટીકર સાથે જ આવે છે, જો કે, જૂના વાહનચાલકો હજુય આ સ્ટીકર માટે નિરુત્સાહ છે. બીજી તરફ દિલ્હીમાં HSRP વિના ફરતા વાહનોની સંખ્યા અંદાજે 40 લાખ જેટલી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પણ થોડા સમય પહેલા RTO અને ટ્રાફિક પોલીસે HSRP વિના ફરતા વાહનો વિરુદ્વ ડ્રાઇવ શરૂ કરી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આવી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code