Site icon Revoi.in

CBSEનું ધોરણ 10નું પરિણામ પણ જૂન બાદ જ જાહેર થવાની શક્યતા

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા આ વર્ષે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને હવે મેરિટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવનાર છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓના માર્કસ મોકલવાની મુદ્દતમાં વધારો કરી દેવાયો છે. જેને પગલે ધો.10નું પરિણામ જાહેર થવામાં વિલંબ થશે અને આ પરિણામ જૂન બાદ જ જાહેર થશે તેવી શક્યતા છે.

દેશભરમાં કોરોના સંક્રમણ વધતા અને સ્થિતિ વધુ વણસી હોવાથી બોર્ડના લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ શકાય તેમ ના હોવાથી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ધો.10ની CBSE બોર્ડ પરીક્ષા રદ્દ કરાઇ હતી.

પરીક્ષા રદ થતા સ્કૂલો દ્વારા લેવાયેલી પરીક્ષાઓના આધારે જ પરિણામ આપી મેરિટ બેઝ પ્રમોશનની જાહેરાત કરવામા આવી હતી.જેના પગલે હવે સ્કૂલોએ વિદ્યાર્થીઓની એકમ કસોટીઓ અને સત્ર પરીક્ષાના માર્કસ સીબીએસઈને મોકલવાના છે અને ત્યારબાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરી માર્કશીટ ઈસ્યુ કરવામા આવશે.

આપને જણાવી દઇએ કે અગાઉ બોર્ડે સ્કૂલોને વિદ્યાર્થીઓની માર્કસની ગણતરી કરીને બોર્ડને મોકલવાની મુદત 11 જૂન રાખી હતી અને 20 જૂન સુધીમાં પરિણામ જાહેર થવાનું હતું. પરંતુ ઘણા રાજ્યોમાં કોરોનાને પગલે મે અંત સુધી લોકડાઉન લગાવી દેવાતા શિક્ષકો સ્કૂલે ન જઇ શકતા તેમજ સ્કૂલો બંધ રહેતા બોર્ડે માર્કસ મોકલવાની ગણતરી મોકલવાની મુદ્દત હવે 30 જૂન સુધી કરી દીધી છે.

સીબીએસઈ દ્વારા પોર્ટલ તૈયાર કરવામા આવ્યુ છે અને જેના પર સ્કૂલોએ માર્કસ ઓનલાઈન સબમીટ કરવાના છે. 20 માર્કસ ઈન્ટરનલ ગણાશે અને 80 માર્કસ એક્સટર્નલ ગણાશે.