Site icon Revoi.in

CBSEએ 10-12 બોર્ડ માટે નવી યોજનાની કરી જાહેરાત, હવે વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવાશે

Social Share

નવી દિલ્હી: CBSEએ મહત્વનો નિર્ણય લીધો છે. CBSEએ વર્ષ 2021-22 સત્રની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિશેષ મૂલ્યાંકન યોજના જાહેર કરી દીધી છે. એકેડેમિક સેશનને 50-50 ટકા સિલેબસ અનુસાર બે ભાગમાં વેચવામાં આવશે. પ્રથમ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે બીજી પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવાશે.

વર્ષ 2022ની 10 અને 12 બોર્ડ પરીક્ષાઓની યોજના પર CBSEએ કહ્યું હતું કે, આંતરિક મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્કને વધુ વિશ્વસનીય તેમજ કાયદેસર બનાવવાનો પ્રયાસ જારી રહેશે.

કોરોનાના સંકટને ધ્યાનમાં રાખતા CBSEએ આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા પીએમ મોદીએ CBSEએ ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.

CBSEએ પોતાની નોટિસમાં જણાવ્યું કે, નવા સત્રને 50 ટકા અભ્યાસક્રમની સાથે બે સત્રમાં વેચવામાં આવશે. પ્રત્યેક સત્રના અંતમાં 50 ટકા સિલેબસની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આમ કરવાથી છેલ્લા સત્ર માટે વર્ગો લેવાની સંભાવના વધી જશે. આ સિવાય સીબીએસઈએ અન્ય દિશા નિર્દેશ પણ જારી કર્યાં છે.

બોર્ડે જણાવ્યું કે આ વર્ષો કોરોના મહામારીને કારણે તમામ શાળાઓએ ઓનલાઇન ક્લાસ ચલાવ્યા છે. તેવામાં ઘણા હિતધારકો તરફથી મળેલા સૂચનોના આધાર પર સીબીએસઈએ 2021-2022 સત્ર માટે વૈકલ્પિક રીતે બોર્ડ પરિણામ જાહેર કરવાની યોજના બનાવી છે.