Site icon Revoi.in

ફેસબૂક-ટ્વીટરની મુશ્કેલી વધી, સરકારે સમયમર્યાદા પૂર્ણ થતા ફરી મોકલી નોટિસ

Social Share

નવી દિલ્હી: ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામની મુશ્કેલી વધી છે. હકીકતમાં, આ ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ 26મે સુધી લાગૂ થનારી પ્રાઇવસી પોલિસીના નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહેતા હવે સરકારે આ પ્લેટફોર્મ્સને ચેતવણી સાથે નોટિસ ફટકારી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે નવા નિયમોનું પાલન કરવા માટે આ કંપનીઓને 3 મહિનાનો સમય આપ્યો હતો. જે 26મેના રોજ ખતમ થઇ રહ્યો છે. નવા નિયમો અનુસાર સેલ્ફ રેગ્લેટરિંગ બોડી એક ઇન્ડિપેન્ડન્ટ બોડી હશે. જે એમ જ પબ્લિશર્સ અથવા તેમના એસોસિએશન દ્વારા બનાવાશે.

આ સંસ્થા ખાસ કરીને ભારતના અલગ અલગ ધર્મના લોકોને ધ્યાનમાં રાખશે અને કોઇ પણ નસ્લીય અથવા ધાર્મિક ગ્રૂપની ગતિવિધિઓ, વિશ્વાસ, પ્રથાઓ અને વિચારોની વિશેષતા દર્શાવતા સાવધાની અને વિવેકની સાથે કામ કરશે.

વધુમાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન પ્રોદ્યોગિકી મંત્રાલય એવા સેલ્ફ રેગ્યુલેશન બોડીના સાથે કામ કરશે અને એ સુનિશ્વિત કરશે કે કોડ ઑફ એથિક્સનું યોગ્ય રીતે પાલન થાય. એપ્લિકેબલ એન્ટિટી અથવા સેલ્ફ રેગ્યુલેટિંગ બોડી એવી કોઇપણ સામગ્રીને સંચાલિત, પ્રકાશિત અથવા પ્રસારિત નહીં થવા દે જે કોઇ પણ કાયદા હેઠળ વાંધાજનક હશે. જે પણ સામગ્રી પ્રકાશિત કરવામાં આવી રહી છે તેને ભારતીય સંપ્રભુતા અને અખંડતાને લઇને જોવામાં આવશે.

નોંધનીય છે કે કેટલાક પ્લેટફોર્મ્સે 6 મહિનાનો સમય માંગ્યો છે. કેટલાકે કહ્યું છે કે તે અમેરિકામાં પોતાના હેડક્વાર્ટરના નિર્દેશની રાહ જોઇ રહ્યા છે.

કેટલાક પ્લેટફોર્મમે આ માટે 6 મહિનાનો સમય માંગ્યો છે. કેટલાકે કહ્યુ કે તે અમેરિકામાં પોતાના હેડક્વાર્ટરના નિર્દેશની રાહ જોઈ રહ્યા છે. ફેસબૂક અને ટ્વીટર પર બિનકાયદેસર અને વાંધાજનક કન્ટેન્ટ પર નિયમન માટે સરકારે નવા આઇટ નિયમને નોટિફાઇ કર્યા છે.

નવા નિયમો અનુસાર સરકારના આદેશ બાદ ફટાફટ પોતાના પ્લેટફોર્મ્સથી કન્ટેન્ટ હટાવવું પડશે. નવા આઇટી નિયમો અનુસાર સરકારના આદેશના મહત્તમ 36 કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી કન્ટેન્ટ હટાવવું પડશે.