Site icon Revoi.in

બાળ આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં કરાયો ફેરફાર, હવે આ રીતે કરો અરજી

Social Share

નવી દિલ્હી: ભારતના દરેક નાગરિકો પાસે આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે. આજે નાના-મોટા દરેક કામ માટે આધાર કાર્ડ મહત્વનો દસ્તાવેજ છે. પાંચ વર્ષથી નીચેના બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવવામાં આવે છે. જેને બાલ આધાર કાર્ડ કહેવાય છે. જો કે તેના માટે અલગ નિયમો નિર્ધારિત કરાયા છે.

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા બાળકો માટે જારી કરવામાં આવતા આધાર કાર્ડમાં કેટલાક ખાસ ફેરફારો કર્યા છે. બાળકોના માતાપિતા હવે બાળકના આધાર કાર્ડ માટે જન્મ પ્રમાણપત્ર અથવા તો હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી સ્લિપ સબમિટ કરીને અરજી કરી શકે છે.

બાલ આધાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરાય છે. જો કે, નિયમો અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે આંખોની રેટિના અને હાથની આઆંગળીઓના ફિંગરપ્રિન્ટ આપવાની જરૂર રહેશે નહીં. UIDAI એ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક્સની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય કર્યો છે. હવે જ્યારે બાળક પાંચ વર્ષનું થશે ત્યારે જ તેની આવશ્યકતા રહેશે.

અરજી માટે આવશ્યક દસ્તાવેજો

બાળ આધાર માટે આ રીતે અરજી કરો

સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ પર જાઓ

અહીં તમારે આધાર કાર્ડ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવો પડશે અને બાળકને લગતી માહિતી ભરવી પડશે

સરનામું, વિસ્તાર, રાજ્ય દાખલ કરો અને અરજી સબમિટ કરો

રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે એપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો

નક્કી કરેલી તારીખે જઈને બાળકનું આધાર કાર્ડ બનાવી લેવું