- ભારત દર વર્ષે બદલાતા તાપમાન અંગે ચોંકાવનારો અભ્યાસ
- દેશમાં અસામાન્ય ઠંડી-ગરમીને કારણે વર્ષે 7 લાખ લોકો મોતને ભેટે છે
- જે વૈશ્વિક મોતના 9.43 ટકા છે
નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે વાતાવરણમાં સતત બદલાવ આકાર લઇ રહ્યાં છે. ક્યારેક અસામાન્ય ઠંડી તો ક્યારેય કાળઝાળ ગરમી પ્રકોપ વર્તાવે છે. અસાધારણ વાતાવરણને લઇને શોધકર્તાઓએ એક અભ્યાસ પ્રકાશિત કર્યો છે.
શોધકર્તાઓ અનુસાર ભારતમાં દર વર્ષે અસામાન્ય ઠંડીથી 6,55,400 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે અતિશય ગરમીને કારણે 83,700 લોકોના મોત થયા છે જે વૈશ્વિક મોતના 9.43 ટકા છે. આ માટે અસામાન્ય ઠંડી અને ગરમી જવાબદાર છે.
અભ્યાસ અનુસાર દર 1 લાખમાંથી 74 લોકોના મોત વધારે ઠંડીને કારણે થાય છે. ભારતામં અસામાન્ય ઠંડી તેમજ ગરમીના કારણે દર વર્ષે લગભગ 7,40,000 લોકોના મોત થાય છે. તેનાથી એવા સંકેતો મળી રહ્યા છે કે જળવાયુ પરિવર્તનના કારણે થનારા ગ્લોબલ વોર્મિંગથી ભાવિમાં મોતની સંખ્યા વધી શકે છે.
વર્ષ 2000 થી 2019ની વચ્ચે વિશ્વમાં થયેલા મોત અને તાપમાનના આંકડાને ધ્યાનમાં રાખીને કરાયેલા અધ્યયનથી આ તારણ મળ્યું છે. આ સમયે દરે દાયકામાં વૈશ્વિક તાપમાનમાં 0.26 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. જળવાયુ પરિવર્તનના કારણે વિશ્વમાં વધારે ઠંડી અને ગરમી પડી રહી છે.
નોંધનીય છે કે, પૂર્વ યુરોપ તેમજ આફ્રિકાના ઉપ સહારા રણમાં વધારે ઠંડી અને ગરમીના કારણે સર્વાધિક લોકો મોતને ભેટે છે. અસામાન્ય તાપમાનને કારણે વિશ્વભરમાં દર વર્ષે 50 લાખથી વધારે મોત થાય છે.