Site icon Revoi.in

1 નહીં પરંતુ હવે બે વખત હડતાળ પર ઉતરશે ટ્રક ટ્રાન્સપોર્ટર્સ, 1 કરોડ ટ્રકોના પૈડા થંભી જશે

Social Share

નવી દિલ્હી: ડીઝલના સતત વધી રહેલા ભાવો, ઇ-વે બિલ સહિતના મુદ્દાઓ તેમજ સ્ક્રેપિંગ પોલિસી વગેરે બાબતે ટ્રાન્સપોર્ટર્સની હડતાળ તો થવાની જ છે પરંતુ બીજી તરફ વ્યાપારિક સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશનએ તેનાથી અલગ 26મી ફેબ્રુઆરીએ એક દિવસના ભારત બંધની જાહેરાત કરી છે. આ રીતે હવે બે હડતાળનું આયોજન થઇ રહ્યું છે જેમાં પ્રથમ હડતાળ 26મી ફેબ્રુઆરીએ યોજાશે તે ચોક્કસ છે જ્યારે બીજી હડતાળ માંગણીઓ પૂર્ણ ના થાય તે સ્થિતિમાં થોડા દિવસ બાદ યોજાશે.

આપને જણાવી દઇએ કે AIMTCએ પોતાની માંગણીઓ પૂર્ણ ન થવાની સ્થિતિમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી પરંતુ તે 26મી ફેબ્રુઆરીની દેશવ્યાપી હડતાળથી સ્પષ્ટપણે અલગ થઇ ગયું છે. AIMTCના મહાસચિવ નવીન કુમાર ગુપ્તાએ ઇ-વે બિલ મુદ્દે 26મી ફેબ્રુઆરીની એક દિવસની હડતાળને માત્ર કેટલાક લોકોનો નિર્ણય ગણાવ્યો છે. સાથે જ તે દિવસે તેમના 95 લાખ ટ્રક દેશભરમાં કામ ચાલુ રાખશે, સપ્લાય કરશે.

બીજી તરફ CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે તેમની માંગણીઓને ઓલ ઇન્ડિયાન ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશનનું સમર્થન મળ્યું હોવાની માહિતી આપી હતી. દેશના 1 કરોડ કરતાં પણ વધારે ટ્રાન્સપોર્ટર્સ અને કુરિયર કંપનીઓ ટ્રાન્સપોર્ટના સદસ્ય છે.

(સંકેત)