Site icon Revoi.in

ભારતમાં સૌપ્રથમ ઓળખાયેલો બી.1.617 વેરીઅન્ટ અન્ય 53 દેશોમાં પણ જોવા મળ્યો

Social Share

નવી દિલ્હી: ભારતમાં સૌથી પહેલા ઓળખાયેલો B. 1. 617 કોરોના વેરીઅન્ટ હવે બીજા 53 દેશોમાં મળી આવ્યો છે. બી.1.617ને ત્રણ પેટા લાઇનેજ પણ છે. બી.1.617.1 કોરોના વેરીઅન્ટ 41 દેશોમાં, બી.1.617.2 વેરીઅન્ટ 54 દેશોમાં અને બી.1.617.3 વેરીઅન્ટ 6 દેશોમાં મળી આવ્યો હતો.

આ વેરીઅન્ટ વધારે ચેપી હોવાથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને વેરીઅન્ટ ઑફ કન્સર્ન જાહેર કરેલો છે. હાલમાં આ વેરીઅન્ટની પ્રસરણ ક્ષમતા તેમજ તેને કારણે થતાં રોગોની વિષમતા વિશે તપાસ કરવામાં આવી રહી છે.

ભારતમાં ગયા સપ્તાહમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં 23 ઘટાડો થયો હતો પણ આ નવા કેસોની સંખ્યા હાલ દુનિયામાં સૌથી વધારે છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે પણ મરણાંકમાં સતત દસમા સપ્તાહે વધારો નોંધાયો છે.

દરમ્યાન તાઇવાનની નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલે કોરોના મહામારી સામે લડવા માટે રાહત ભંડોળરૂપે 7.55 બિલિયન ડોલર વાપરવાનું નક્કી કર્યું છે. આ ભંડોળ દ્વારા ટેક્સી ડ્રાઇવરો અને ટુર ગાઇડોને સબસીડી આપવામાં આવશે. રાહત ભંડોળની આ દરખાસ્ત વિશે આ મહિનાના અંતમાં ધારાસભામાં ચર્ચા થશે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં તાઇવાને આ ચોથુ રાહત ભંડોળ જાહેર કર્યું છે.

પ્રથમ ત્રણ રાહત ભંડોળમાં કુલ 15 બિલિયન ડોલરની જોગવાઇ કરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ જણાયેલાં 300 લોકોનો અતોપતો નથી તેમણે આ લોકો ચેપ પ્રસરાવવાનું જોખમ વધારી રહ્યા છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.