- કોરોનાની રસી પહેલા જ ભારત કોરોનાને આપી શકે છે મ્હાત
- દૈનિક ધોરણે નોંધાતા કેસમાં સતત થઇ રહ્યો છે ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં નવા 24,010 દર્દીઓ નોંધાયા
નવી દિલ્હી: કોરોનાની રસી આવશે એ પહેલા જ કોરોનાને ભારત મ્હાત આપી ચૂક્યું હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના નવા 24,010 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 99,56,558 પર પહોંચ્યો છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં એક દિવસમાં કોરોનાથી 355 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુનો આંકડો 1,44,451 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 3,22,366 એક્ટિવ કેસ છે. જ્યારે 94,89,740 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 24,010 કેસની સામે સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 33,291 છે.
ICMR અનુસાર અત્યાર સુધીમાં 15,78,05,240 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. ગઈ કાલે 11,58,960 નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1160 કેસ સામે આવ્યા છે. જ્યારે એક જ દિવસમાં 10 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 1384 દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 31 હજાર 73 પર પહોંચી ગઇ છે.
(સંકેત)