- ભારતમાં જોરશોરથી ચાલી રહી છે વેક્સિનેશન ડ્રાઇવ
- દેશમાં ચાલી રહેલ વેક્સિનેશન ડ્રાઇવ અસરકારક સાબિત થઇ છે
- 14 દિવસની અંદર જ વેક્સિન લગાવનારાઓના શરીરમાં કોરોના વાયરસ વિરુદ્વની એન્ટિબોડી બનવાની શરૂ થઇ જાય છે
નવી દિલ્હી: ભારતમાં 16 જાન્યુઆરીથી ચાલી રહેલ કોરોના વેક્સિનેશન ડ્રાઇવ જોરશોરથી આગળ વધી રહી છે. દેશમાં અત્યારસુધી 1 કરોડ 17 લાખથી વધુ લોકો ઓછામાં ઓછો એક ડોઝ લગાવી ચૂક્યા છે. વેક્સિનેશન ડ્રાઇવ સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનના માધ્યમથી ચાલી રહ્યું છે. દેશમાં ચાલી રહેલ વેક્સિનેશન ડ્રાઇવ અસરકારક સાબિત થઇ છે.
દિલ્હીના મેક્સ હોસ્પિટલ અને CSIRના ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનેમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીના સ્ટડીમાં સામે આવ્યું છે કે, વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવાના 14 દિવસની અંદર જ વેક્સિન લગાવનારાઓના શરીરમાં કોરોના વાયરસ વિરુદ્વની એન્ટિબોડી બનવાની શરૂ થઇ જાય છે. આ તમામ લોકોએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ વેક્સીન લગાવી હતી.
આ અભ્યાસમાં વધુ એ જાણવા મળ્યું છે કે, જે લોકોના શરીરમાં કોરોનાની વિરુદ્વ વેક્સિન લગાવતા પહેલા એન્ટિબોડી હતી, તેમના શરીરમાં વેક્સિન લગાવ્યા બાદ એન્ટિબોડીની સંખ્યા વધુ થઇ ગઇ છે. મેક્સના ડાયરેક્ટર સંદીપ બુદ્વિરાજાએ કહ્યું કે, આ અભ્યાસમાં મળેલ ડેટાથી વૈજ્ઞાનિકોને વેક્સિનના ડોઝના ટાઇમિંગ પર પાયાગત સવાલોના અનેક જવાબ મળશે.
મેક્સ હોસ્પિટલ અને સીએસઆઈઆરના ઈન્સ્ટીટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીની સ્ટડીમાં 135 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 44 લોકોના શરીરમાં વેક્સીન લગાવતા પહેલા જ કોરોનાની વિરુદ્ધ એન્ટીબોડીઝ હતી.
કોવિશીલ્ડ વેક્સીનનો પહેલા ડોઝ બાદ વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, જે લોકોની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ટીબોડીઝ હતી, તેમની અંદર વેક્સીન લગાવવાના 7 દિવસ બાદ બહુ જ તેજીથી એન્ડીબોડી ડેવલપ થવા લાગી.
(સંકેત)