- સ્વેદશી રસી કોવેક્સિન કોરના સંક્રમણ સામે 81 ટકા અસરકારક
- આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી
- આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી
નવી દિલ્હી: ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા ડેવલપ કરાયેલી કોરોના વેક્સિન એના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં 81 ટકા અસરકારક પૂરવાર થઇ છે. પરીક્ષણ અંગેના આંકડા જાહેર કરતાં ભારત બાયોટેકે જાણકારી આપી હતી કે, આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી, આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે મોદી સરકારે આ વેક્સિનના પહેલા જ ઇમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી અને પીએમ મોદીએ પણ તેનો ડોઝ લીધો હતો. ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ પહેલા જ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાતા વિપક્ષ અને કેટલાક નિષ્ણાંતોએ મોદી સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. આ બાદ વેક્સિનને લઇને લોકોમાં ભય પ્રસરી ગયો હતો જો કે બાદમાં પીએમ મોદીએ ખુદ ડોઝ લઇને રસી સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો.
ભારત બાયોટેકના ચેરમેન અને એમડી ડો. કૃષ્ણા ઇલ્લાએ કહ્યું હતું કે આ વેક્સીન વિકાસ, વિજ્ઞાન અને કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં મહત્વનો દિવસ છે. ત્રીજા તબ્બકાના પરિણામ સાથે વેક્સીન પરીક્ષણના તમામ આંકડા જાહેર કરી દેવામાં આવ્યા હતા. સ્વદેશી વેક્સીનને લઇને તેમણે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે કોવેક્સીન કોવિડ વિરુદ્ધ અસરકારક સુરક્ષા પ્રદાન કરવાની સાથે નવા સ્ટ્રેનને રોકવામાં પણ સક્ષમ છે.
ભારત સરકારે કોરોના કાળની ગંભીર સ્થિતિમાં એસ્ટ્રાજેનેકા અને સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કોવિશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કોવેક્સીનને સૌથી પહેલા ઇમરજન્સીમા ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
(સંકેત)