Site icon Revoi.in

કોરોના મહામારીને કારણે બેંકોને 12 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે દેશના અર્થતંત્રમાં અનિશ્વિતતા અને મંદીનો માહોલ જોવા મળ્યો છે અને હવે આ મહામારીને કારણે ભારતમાં બેંકોને વર્ષ 2024 સુધી આશરે 12 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ ગ્લોબલ કન્સલન્ટસી ફર્મ મૈકિંજીએ વ્યક્ત કર્યો છે. બેંકોની આવકને 5.5 લાખ કરોડનું નુકસાન અને લોન લોસ પ્રોવિઝનનો આંક 6.7 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહી શકે છે. વર્તમાન સમયમાં વાસ્તવિક અર્થતંત્રના આ સંકટમાં બેંકો પણ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે.

વર્તમાન સમયમાં કોરોના સંકટ ચાલુ છે અને બેંકો માટે આ સમય સૌથી મોટા દબાણનો સામનો કરવાનો છે. મૈકિંજની વૈશ્વિક વાર્ષિક સમીક્ષા અનુસાર આ એક એવી પરીક્ષાનો સમય છે જેનાથી ઉદ્યોગ ઝઝુમી રહ્યો છે. ભારતમાં બેંકો પર કુલ પ્રભાવ 12 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. તેના આશરે બે તૃત્યાંશ કોર્પોરેટ, એસએમઇ અને ગ્રાહક ઉધારી પર વધી રહેલ જોખમ ખર્ચને કારણે હશે.

વધુમાં અન્ય 10 ટકા પ્રભાવ માર્જીન પર દબાણને કારણે પાડવાની આશંકા છે કેમ કે વ્યાજદરો સતત નીચા જળવાઇ રહ્યા છે અને સુરક્ષિત સંપત્તિઓ માટે વધી રહેલ હરીફાઇથી માર્જિનમાં ઘટાડાને પ્રોત્સાહન મળ્યું છે. ભારતની બેંકોએ કોરોના અગાઉ જેવા નફા અને આરઓઇની સ્થિતિમાં પરત ફરવા ઉત્પાદકતામાં 25-30 ટકા વધારો કરવાની આવશ્યકતા રહેશે.

(સંકેત)