Site icon Revoi.in

કોરોના મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારે આ યોજનાની જાહેરાત કરી

Social Share

નવી દિલ્હી: અનાથ બાળકો માટે પીએમ મોદીએ પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી. આ યોજનાનો હેતુ તે બાળકોને મદદ કરવાનો છે, જેમણે 11 માર્ચથી કોરોનાને કારણે માતાપિતા અથવા બેમાંથી એક ગુમાવ્યા છે. તેવા બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર આ યોજના અંતર્ગત 23 વર્ષની ઉંમરે બાળકને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. પીએમ મોદીએ 29 મે ના રોજ અનાથ બાળકો માટે આ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ કોરોના મહામારીને કારણે માતા-પિતા ગુમાવેલા બાળકોની મદદ કરવાનો છે.

આ યોજનાનો ઉદ્દેશ બાળકોની સંભાળ અને રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દ્વારા તેમને આર્થિક રીતે(Financial) મદદ કરવી અને આરોગ્ય વીમા દ્વારા તેમની સુખાકારી માટે તેમને સહાય કરવાનો મુખ્ય હેતુ છે. જેમાં 23 વર્ષની ઉંમર સુધી આર્થિક સહાય આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, દેશમાં એક દિવસમાં 42,625 લોકો કોરોના વાયરસથી (Corona) સંક્રમિત જોવા મળ્યા છે. આ સાથે જ કોરોના સંક્રમિત કુલ કેસોની સંખ્યા વધીને 3,17,69,132 અને સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4,10,353 પર પહોંચી ગઈ છે.