Site icon Revoi.in

જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો પણ વેક્સિન મળી જ શકે છે: UIDAI

Social Share

નવી દિલ્હી: હાલમાં ચાલતા કોરોના વેક્સિન અભિયાન વચ્ચે લોકોમાં એવી ચર્ચા છે કે આધાર કાર્ડ હોય તો જ વેક્સિન મળી શકે જો કે આ ચર્ચા વચ્ચે યુનિક આઇડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ ના હોય તો પણ કોઇપણ વ્યક્તિને કોવિડ વેક્સિન, કોવિડની સારવાર તેમજ દવા સહિતની જરૂરી વસ્તુઓ મળી શકે છે.

તે ઉપરાંત ઑથોરિટીએ એવી પણ ચેતવણી આપી છે કે જો આધારકાર્ડ ના હોય અથવા કાર્ડનું ઑનલાઇન ઓથેન્ટિકેશન ના થાય તો તેવી પરસ્થિતિમાં વેક્સિન આપવાની ના પાડવામાં આવે તો ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરી શકાય છે.

આધાર ઓથોરિટી દ્વારા આજે જારી કરવામાં આવેલા નિવેદમાં કહેવામાં આવ્યું છે કે આધારના ઉપયોગ અંગે એક સ્થાપિત વ્યવસ્થા છે અને તેને અનુસરવામાં આવે છે. આધાર કાર્ડના દુરૂપયોગ અ ને તેના હઠાગ્રહ વિશે ઓથોરિટીએ ચેતવમી આપી છે કે આધારના અભાવે કોઇપણ વ્યક્તિને વેક્સિન કે કોવિડને લગતી અન્ય કોઇ જરૂરી સેવા આપવાની ના ન કહી શકાય.

તે ઉપરાંત વેક્સિન લેતા સમયે આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય કે પછી તેનું ઓથેન્ટિકેશન ના થાય તેવી પરિસ્થિતિમાં વેક્સિનની ના ન કહી શકાય. આધારને અભાવે વેક્સિન કે અન્ય કોઇ આવશ્યક વસ્તુ કે સેવા પ્રદાન ના કરવામાં આવે તેવો સંજોગોમાં ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરવી અનિવાર્ય છે.