Site icon Revoi.in

કોવિશિલ્ડના બીજા ડોઝની એપોઇન્ટમેન્ટ લઇ લીધી છે? તો જાણો હવે શું થશે

Social Share

નવી દિલ્હી: સરકાર દ્વારા હવે કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે, જો કે, અત્યારે ખાસ કરીને એ લોકો મૂંઝવણમાં છે જેણે બીજા ડોઝ માટે અપોઇમેન્ટ લઇ લીધી છે. હવે આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, જે લોકોએ પહેલાથી જ બીજા ડોઝ માટે એપોઇન્ટમેન્ટ લીધી હશે તેને માન્ય રખાશે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પહેલાથી લેવામાં આવેલી એપોઇન્ટમેન્ટને કોવિન પોર્ટલ પર રદ્દ કરવામાં આવશે નહીં. આ સ્પષ્ટતા બાદ લોકો હવે હાશકારો અનુભવી રહ્યા છે. કોવિન-પોર્ટલમાં આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે પ્રથમ ડોઝ લીધા બાદ વ્યક્તિ 84 દિવસથી ઓછા સમયની એપોઇન્ટમેન્ટ મેળવી શકશે નહીં.

કેન્દ્રએ 13 માર્ચે કોવિશિલ્ડ વેક્સીનના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચેના અંતરને વધારીને 12થી 16 સપ્તાહ કરી દીધો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત સરકારે આ ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી દીધી છે. કોવિશિલ્ડ વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે 12થી 16 સપ્તાહનો સમયગાળો દર્શાવવા માટે કો-વિન પોર્ટલ પર જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, જે લોકોએ અગાઉથી જ બીજા ડોઝ માટે એપોઈન્ટમેન્ટ લઈ લીધી છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય. કો-વિન પોર્ટલ પર તેમની એપોઈન્ટમેન્ટ રદ નહીં થાય. આ સાથે જ લોકોને સલાહ આપવામાં આવે છે છે કે બીજા ડોઝ માટે પ્રથમ ડોઝ લીધાની તારીખી 84 દિવસ બાદનો સમય મેળવે તે આવશ્યક છે.