- કોવિન ગ્લોબલ કોન્ક્લેવનું આયોજન
- PM મોદીએ કોન્ક્લેવને સંબોધિત કર્યું
- પીએમ મોદીએ કોવિન પ્લેટફોર્મની ભૂમિકા પર મૂક્યો ભાર
નવી દિલ્હી: કોવિન ગ્લોબલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કોન્ક્લેવ દરમિયાન સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોવિડ-19 સામે લડવામાં ડિજીટલ પ્લેટફોર્મ CoWinની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તે ઉપરાંત આ પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી.
પીએમ મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય સભ્યતા વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે. આ મહામારી દરમિયાન લોકોએ તેનો અનુભવ કર્યો હશે. તેથી કોવિડ વેક્સિનેશન માટે અમારા ટેકનિકલ પ્લેટફોર્મ CoWinને ઑપન સોર્સ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. મહામારી સામેની લડત માટે વેક્સિનેશન મોટી આશા છે અને અમે વેક્સિનેશન માટે ડિજીટલ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો.
મહામારી કોવિડ-19 સામે સંઘર્ષમાં તકનીકની મહત્વની ભૂમિકા પર ભાર આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, અમે જલદી અમારા કોવિડ ટ્રેસિંગ તથા ટ્રેકિંગ એપના ઓપન સોર્સ ઉપલબ્ધ કરાવીશું.
પીએમ મોદીએ હાલમાં આ પોર્ટલની સુવિધા અન્ય દેશો માટે ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપી છે. વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન પ્લેટફોર્મ CoWin ની વૈશ્વિક સ્તર પર પ્રશંસા કરવામાં આવી રહી છે. દેશમાં આ પ્લેટફોર્મ પર વેક્સિનેશનનું કામ ઝડપી ગતિએ થઇ રહ્યું છે અને હવે તેને વિશ્વના દેશો સાથે શેર કરાશે.
કોન્ક્લેવમાં ભારત તરફથી મહામારી કોવિડ-19ના બચાવ માટે ઉપયોગ કરવામાં આવી રહેલા ડિજિટલ પ્લેટફોર્મ કોવિનને બીજા દેશો માટે સત્તાવાર આપવાની રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અન્ય દેશોએ ભારતના કોવિડ પોર્ટલ માટે રૂચિ વ્યક્ત કરી છે.
નેશનલ હેલ્થ ઓથોરિટી (National Health Authority, NHA) અને Co-WIN પ્લેટફોર્મના સીઈઓ આર એસ શર્માએ હાલમાં કહ્યુ હતુ કે કેનેડા, મેક્સિકો, નાઇજીરિયા, પનામા અને યુગાન્ડા સહિત લગભગ 50 દેશોએ પોતાનું રસીકરણ અભિયાન ચલાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ કોવિડને અપનાવવાની ઈચ્છા વ્યક્તે કરી છે.