Site icon Revoi.in

રાહતના સમાચાર! સપ્ટેમ્બરમાં ઉછાળા બાદ દેશમાં કોરોનાના કેસમાં 25%નો ઘટાડો

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઇને એક રાહતના સમાચાર છે. ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 17 સપ્ટેમ્બરે 98,795 સાથે પીક પર પહોંચ્યાના 3 મહિના પછી તેના ચોથા ભાગ કરતાં પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. આ સાથે ગત સપ્તાહે તે અગાઉના સપ્તાહે નોંધાયેલા કેસ કરતાં 11 ટકાનો ઘટાડો થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન જે રીતે કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો હતો, તેનાથી વિરુદ્વમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

ગત સપ્તાહે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુના કેસમાં પણ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે, આ સપ્તાહ દરમિયાન 2087 લોકોએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે એટલે કે રોજના 300 કરતાં ઓછા લોકોએ જીવ ગુમાવ્યો છે. જૂન મહિનામાં એટલે કે 7 મહિના પહેલા નોંધાતા મૃત્યુઆંક કરતાં પણ વધુ ઘટાડો નોંધાયો છે.

પાછલા અઠવાડિયા દરમિયાન ભારતમાં દરરોજના સરેરાશ 21,794 કોરોના કેસ નોંધાયા છે. જે 17 સપ્ટેમ્બરે પીક પર પહોંચેલા કેસના ચોથા ભાગ કરતા પણ ઓછા છે, ત્યારે સરેરાશ રોજના 93,735 કેસ નોંધાતા હતા.

આ અઠવાડિયા દરમિયાન 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે નોંધાયેલા 1,48,845 કેસ પછી બીજા નંબરના ઓથી ઓછા કેસ નોંધાયા છે. પાછલા અઠવાડિયામાં 1,52,455 નવા કેસ નોંધાયા છે. એટલે કે રોજના સરેરાશ 21,779 કેસ પાછલા અઠવાડિયા દરમિયાન નોંધાયા છે.

નોંધનીય છે કે, સતત 7 સપ્તાહથી કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, સિવાય 2-8 નવેમ્બર દરમિયાન કે જ્યારે દિવાળી દરમિયાન કેસમાં ઉછાળો આવ્યો હતો. આ જ રીતે સપ્ટેમ્બર 14 થી 20 દરમિયાન કોરોનાના કારણે થતા મૃત્યુમાં ઉછાળો આવ્યો હતો, જે ચોથા ભાગ જેટલો ઘટાડો નોંધાયો છે.

(સંકેત)