- દરભંગા બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો
- પાકિસ્તાન દ્વારા થયું હતું ફંડિગ
- આ પાછળ પાકિસ્તાનનો હતો હાથ
નવી દિલ્હી: 17 જૂનના રોજ બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટને લઇને નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. અનેક પુરાવાઓ પરથી એ સાબિત થઇ રહ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓએ દેશને ધ્રુજાવવા માટે આ વિસ્ફોટને અંજામ આપ્યો હોય. આ વિસ્ફોટ પાછળ કૈરાનાથી ધરપકડ કરાયેલા સલીમ અને કફીલ નામના બે આરોપીઓની સંડોવણી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઘટનાને અંજામ આપનાર નાસિર અને ઇમરાનને NIAની વિશેષ કોર્ટે 7 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. NIAની ટીમ હવે તેઓને લઇને દિલ્હી આવી છે. NIAની ટીમને કફીલના પણ 6 દિવસના રિમાન્ડ મળી ચૂક્યા છે.
દરભંગા બ્લાસ્ટના કેસમાં એક મોબાઇલ નંબરથી કાવતરાનો ખુલાસો થયો છે. 17 જૂનના રોજ દેશને ધ્રૂજાવવા માટે મોટા કાવતરાનો પર્દાફાશ થઇ ગયો પરંતુ આ કાવતરાના તાર ફરી એકવાર સરહદ પાર સાથે જોડાયેલા મળ્યા છે.
આરોપી કફીલને હાલ પટનાના બેઉર જેલમાં મોકલાયો છે. જ્યાંથી NIAની ટીમ તની કસ્ટડી લેશે. NIA સ્પેશિયલ કોર્ટે કાવતરાના મુખ્ય સૂત્રધારને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
મહત્વનું છે કે, આ કાવતરાનો માસ્ટર માઇન્ડ ઇકબાલ કાના છે. તેના ઇશારે આ ભયાનક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. NIA અનુસાર આ ઘટના માટે હાલ 1 લાખ 60 હજાર રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું હતું.