- અંતરિક્ષ વિભાગ અને સંરક્ષણ મંત્રાલયે 5જી સેવાઓ માટે તૈયારી આરંભી
- અંતરિક્ષ-સંરક્ષણ મંત્રાલયે 5જી સેવાઓ માટે રૂ.61,000 કરોડના સ્પેક્ટ્રમ ખાલી કરવાની સંમતિ આપી
- 5જી સેવાઓ માટે 3300-3600 મેગાહર્ટઝ ફ્રીકવન્સી બેન્ડમાં 300 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની હરાજીની ભલામણ
નવી દિલ્હી: અંતરિક્ષ વિભાગ અને સંરક્ષણ મંત્રાલયે 5જી સેવાઓ માટે તૈયારી આરંભી છે. અંતરિક્ષ અને સંરક્ષણ મંત્રાલયે 5જી સેવાઓ માટે રૂ.61,000 કરોડના સ્પેક્ટ્રમ ખાલી કરવાની સંમતિ આપી છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ 5જી સેવાઓ માટે 3300-3600 મેગાહર્ટઝ ફ્રીકવન્સી બેન્ડમાં 300 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની હરાજીની ભલામણ કરી છે. જો કે ભારતીય નૌકાદળ રડાર સેવાઓ માટે 100 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠનએ 3300-3600 મેગા હર્ટઝ બેન્ડમાં 25 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ માટે દાવો કર્યો છે.
સૂત્રોનુસાર ઇસરો 3300-3600 મેગાહર્ટઝ બેન્ડમાં 25 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ખાલી કરવા માટે સંમત થયું છે. તેણે સેટેલાઇટ સેવાઓ માટે 5જી પાસે સંરક્ષણ માંગ્યું છે.નેવીએ નીચા ફ્રીક્વન્સી બેન્ડમાં 100 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરવાની સંમતિ આપી છે. તેનાથી ટેલિકોમ ઓપરેટરો માટે આખો 300 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થશે.
દેશમાં 5જી સેવાઓ માટે સરકારે ઓળખાવેલ સ્પેક્ટ્રમનો આ પહેલો સેટ છે. ટેલિકોમ ઓપરેટરો ઓછી કિંમતે 3300-3600 બેન્ડમાં 100 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની માંગ કરી રહ્યા છે. જોકે નૌકાદળ અને ઇસરોના દાવાને કારણે ડીઓટી આ સ્પેક્ટ્રમને હરાજી માટે ઉપલબ્ધ નહોતું કરાવી શકતું. સ્પેક્ટ્રમની હરાજી 1 માર્ચથી શરૂ થશે.
(સંકેત)