- કોરોના મહામારીમાં ગરીબોને વ્હારે આવી દિલ્હી સરકાર
- દિલ્હી સરકારે ગરીબો માટે 4 મુખ્ય જાહેરાત કરી
- જાણો આ જાહેરાતમાં શું છે સામેલ
નવી દિલ્હી: કોરોનાના આ સંકટકાળમાં દિલ્હી સરકાર હવે ગરીબોને વ્હારે આવી છે. દિલ્હી સરકારે ગરીબો માટે સૌથી મોટી 4 યોજનાની જાહેરાત કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચાર મોટી જાહેરાત કરી છે.
જાણો કઇ ચાર મુખ્ય જાહેરાતો કરવામાં આવી.
- દિલ્હીમાં રેશનકાર્ડ ધરાવતા કે ન ધરાવતા ગરીબોને દર મહિને 10 કિલો અનાજ નિ:શુલ્ક આપવામાં આવશે
- દિલ્હીના 72 લાખ રેશનકાર્ડ ધારકોને ચાલુ મહિનાથી મફત અનાજ, કેન્દ્ર તરફથી મળશે વધારાનું 5 કિલો મફત અનાજ
- જે પરિવારમાં કોરોનાથી કોઇનું મોત થયું હોય તો તેના પરિવારને 50,000ની આર્થિક સહાય પ્રદાન કરાશે તેમજ દર મહિને 2500 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે
- એવા બાળકો કે જેમના માતા-પિતાનું મોત થઇ ગયું હોય તેવા બાળકોને 25 વર્ષ સુધી દર મહિને 2500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. તે ઉપરાંત તે બાળકોનો ભણવાનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે
કેજરીવાલે કોરોનાના નવા સ્ટ્રેન અંગે ચેતવણી આપી હતી કે સિંગાપુરમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકોને શિકાર બનાવી રહ્યો છે તેથી સિંગાપુરથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા છે અન્થા સિંગાપુરનો નવો સ્ટ્રેન ભારતમા આવીને બાળકોને શિકાર બનાવશે.
કેજરીવાલે સરકારને અપીલ કરી છે કે સિંગાપુરની તમામ ફ્લાઇટ તત્કાળ અસરથી બંધ કરવામાં આવે તેમજ બાળકોના વેક્સિનેશનના કામને પ્રાથમિક્તાથી હાથ પર લેવામાં આવે.
કોરોનાનો આ નવો સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો અને તે હવે બાળકોને પણ વધારે પ્રમાણમાં ઝપેટમાં લઈ રહ્યો છે. 38 બાળકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા છે.