- સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ઑક્સિજન ઓડિટ ટીમનો દાવો
- દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધારે ઓક્સિજન માંગ્યો હતો
- દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર જ્યારે સૌથી વધુ પ્રકોપ વર્તાવી રહી હતી ત્યારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં દર્દીઓએ ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી ઓક્સિજન ઓડિટ ટીમના રિપોર્ટમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઑક્સિજન ઓડિટ ટીમે કોવિડ-19ની બીજી લહેર દરમિયાન 25 એપ્રિલથી 10 મે વચ્ચે દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાતને ચાર ગણી કરતા વધુ જણાવવા બદલ દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કમિટીએ સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે, દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી.
ઓક્સિજન ઓડિટ કમિટીએ રિપોર્ટમાં કહ્યું છે કે, દિલ્હીમાં બેડ ક્ષમતા પ્રમાણે 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. જ્યારે દિલ્હી સરકાર દ્વારા કરાયો કે તેમને 1140 મેટ્રિક ટન ઓક્સિજન જોઇએ. જે ક્ષમતા કરતાં ચાર ગણો વધારે હતો.
કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું પણ કહ્યું હતું કે, દિલ્હીને જેટલો ઓક્સિજન જોઇતો તો તેના કરતાં વધુ માંગને કારણે અન્ય રાજ્યોએ નુકસાન ઉઠાવવાની નોબત આવી હતી. જ્યાં એક બાજુ દિલ્હીને આવશ્યકતા કરતાં વધારે ઓક્સિજન મળ્યો હતો તો બીજી તરફ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબને ઓક્સિજનની અછતને કારણે વધુ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.