Site icon Revoi.in

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેથી સરકારને થશે મોટો ફાયદો, ટોલ ટેક્સ પેટે 1500 કરોડની કમાણી થશે

Social Share

નવી દિલ્હી: મુંબઇ અને દિલ્હી વચ્ચે હાલમાં નવા એક્સપ્રેસ વેનું નિર્માણ થઇ રહ્યું છે. અત્યારે આ રસ્તા પર પરિવહન સમયે વધુ સમય લાગી રહ્યો છે. એકવાર મુંબઇ અને દિલ્હી વચ્ચે નવો એક્સપ્રેસ વે કાર્યરત થઇ ગયા બાદ આ એક્સપ્રેસ વે પર આવતા મોટા શહેરો વચ્ચે મુસાફરીનો સમય તો ઘટી જ જશે પરંતુ કેન્દ્ર સરકાર માટે આ હાઇવે સોનાની ખાણ પૂરવાર થશે.

આ અંગે કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, આ હાઇવે એક વખત કાર્યરત થઇ જશે તે પછી સરકારને દર મહિને ટોલ ટેક્સમાંથી 1500 કરોડ રૂપિયાની આવક થશે. આ હાઇવે 2023માં કાર્યરત થઇ જવાની સંભાવના છે.

તાજેતરમાં જ હાઈવેની નીતિન ગડકરીએ અલગ અલગ રાજ્યોમાં જઈને સમીક્ષા કરી છે. ગડકરીનુ કહેવુ છે કે, આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટોલ ટેક્સની આવક વધીને 1.40 લાખ કરોડ રુપિયા થઈ જશે.જે હાલમાં 40000 કરોડ રુપિયાની આસપાસ છે.

નોંધનીય છે કે, દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેળ

ઉલ્લેખનીય છે કે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થવાનો છે.આ હાઈવે બન્યા બાદ દિલ્હીથી મુંબઈ 24 કલાકની જગ્યાએ બાર કલાકમાં પહોંચી જવાશે.આ હાઈવે વિશ્વસ્તરનો છે અને તેની કામગીરી 2023માં પૂરી થશે.