Site icon Revoi.in

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા, એલર્ટ જાહેર કરાયું

Social Share

નવી દિલ્હી: દિલ્હીમાં આતંકી હુમાલાની બાતમી મળતા દિલ્હીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી બાદ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે ઇઝરાયલી દૂતાવાસ તેમજ તેની સાથે જોડાયેલા સંગઠનોની સુરક્ષાને વધારી દીધી છે. પોલીસ નવી દિલ્હી વિસ્તારમાં તપાસ કરી રહી છે.

આજે ઇઝરાયલનું નવું વર્ષ છે. આજે લોકો ઇઝરાયલનું નવું વર્ષ મનાવે છે. હાલમાં દૂતાવાસ અને તેની આસપાસના વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. જ્યારે દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધસૈનિક દળોને પણ ઇઝરાયલી દૂતાવાસ અને તેની સાથે જોડાયેલા સંગઠનોની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસ અનુસાર ઇઝરાયલના નવા વર્ષના પર્વ પર દૂતાવાસમાં લોકોની ભારે ભીડ ભેગી થાય છે. ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી હતી કે, આતંકીઓ દૂતાવાસમાં ઘૂસીને ઇઝરાયલના નાગરિકો તેમજ યહૂદીઓને નિશાન બનાવી શકે છે.