Site icon Revoi.in

ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સામે પણ છે અસરકારક, છે અત્યંત જોખમી: સંશોધન

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર હવે પૂરી થવા આવી રહી છે ત્યારે હવે ભારતમાં પ્રથમ વખત મળી આવેલો કોરોનાનો ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિએન્ટ (B. 1.617.2) રોગપ્રતિકારક શક્તિ અને વેક્સિન સામે પણ અસરકારક છે. જેના કારણે આ વેરિએન્ટથી કોરોના દર્દીઓને વારંવાર સંક્રમણ થવાની સંભાવના છે. ડેલ્ટા વેરિએન્ટ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને તેનું પરિવર્તન ખૂબ જ ચેપી છે. તે લોકોમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાયરલ ચેપ ઉત્પન્ન કરે છે અને ઝડપી ગતિએ ફેલાય છે.

ડેલ્ટા વેરિએન્ટ અંગેનો આ અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ અને ઇન્ટિગ્રેટીવ બાયોલોજી (આઇજીઆઇબી) એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગુપ્તા લેબના સહયોગથી તૈયાર કર્યો છે. આ અભ્યાસ દેશના ત્રણ શહેરોમાં આરોગ્ય કર્મચારીઓમાં આ ડેલ્ટા વેરિએન્ટના ચેપના ફેલાવાના આધારે તૈયાર કરાયો છે.

આ સાથે, આ વાયરસની અસર માનવ કોષો પર, ખાસ કરીને ફેફસાં પર, પણ આનો આધાર બનાવી કરવામાં આવ્યો છે. અગાઉ, સ્કોટલેન્ડમાં કોરોના વાયરસ પર સંશોધન કરવામાં આવ્યું હતું કે ભારતમાં ચેપની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિઅન્ટથી સૌથી વધુ નુકસાન થયું છે.

લેબ સંશોધન બતાવે છે કે ડેલ્ટા વેરિએન્ટમાં રોગપ્રતિકારક શક્તિ પર પ્રહાર કરવાની ઘણી ક્ષમતા છે. આ વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને આરોગ્ય કામદારોમાં રસીના બંને ડોઝ આપવા છતાં ઇન્ફેક્શન લાગવાનું સામે આવ્યું છે તેવું IGIBના ડિરેક્ટર ડૉ. રાજેશ પાંડેએ જણાવ્યું હતું. હાલમાં જ્યારે ડેલ્ટા પ્લસના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આ વેરિએન્ટથી આપણે સાવચેત રહેવાની આવશ્યકતા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

“અમારા સંશોધન મુજબ, અમને ખબર પડી છે કે કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાય છે. સાથેસાથે શરીરમાં અગાઉના કોરોના ચેપ પછી બનેલ રોગપ્રતિકારક શક્તિ પર અસર કરવાની ક્ષમતા પણ વધારે છે. મુંબઈમાં બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિએન્ટ કોરોનાના અગાઉના વેરિએન્ટ કરતા 10 થી 40 ટકા ઝડપથી ફેલાયેલો છે તેવું કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગુપ્તા લેબે જણાવ્યું હતું.