- કાશી અન્નપૂર્ણા મઠ મંદિરના રામેશ્વર પુરી મહારાજનું નિધન
- તેઓનું 67 વર્ષની વયે થયું નિધન
- પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી: શ્રી કાશી અન્નપૂર્ણા મઠ મંદિરના મહંત રામેશ્વર પુરી મહારાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી કોરોનાથી સંક્રમિત હતા. તેઓ હરિદ્વારમાં કુંભ સ્નાન બાદથી કોરોના સંક્રમિત થયા હતા.
મહંત રામેશ્વર પુરીના નિધનથી સંત સમાજ, કાશીના અખાડા તેમજ કાશીવાસીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે તેને મંદિર લાવવામાં આવ્યું હતું. નગરના શિવપુર ક્ષેત્રમાં આવેલા મંદિર દ્વારા સંચાલિત એક વિદ્યાલયમાં રવિવારે તેઓને ભૂ સમાધિ આપવામાં આવી હતી.
આ વચ્ચે પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મંહત રામેશ્વર પુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ શોક સંદેશ વ્યક્ત કરતા લખ્યું હતું કે, કાશી અન્નપૂર્ણા મંદિરના મહંત રામેશ્વર પુરીના નિધનથી અત્યંત દુ:ખદ છું. તેઓનું નિધન એ સમાજ માટે ના પૂરી શકાય એવી ખોટ છે. તેઓએ ધર્મ અને આધ્યાત્મને સમાજ સેવા સાથે જોડીને લોકોને સામાજીક કાર્યો માટે હરહંમેશ પ્રેરિત કર્યા છે. ॐ શાંતિ.
સીએમ યોગીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, કાશી અન્નપૂર્ણા મંદિરના મહંત શ્રદ્વેય રામેશ્વર પુરીનું નિધન અત્યંત દુ:ખદ છે. તેમનું નિધન તે આધ્યાત્મિક જગત માટે પણ સૌથી મોટી ખોટ છે. પ્રભુ શ્રી રામથી પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તેમજ શોકાતુર અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે.