Site icon Revoi.in

હવે આ રાજ્યમાં સરકાર વિરુદ્વ દેખાવો કર્યા તો નહીં મળે સરકારી નોકરી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોઇપણ કાયદા સામે અસંતોષ હોય તો લોકો રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કરતા હોય છે અને અનેક રાજ્યોમાં પણ લોકો રાજ્ય સરકાર વિરુદ્વ બળવો કરતા હોય છે જો કે હવે જો તમે બિહારમાં વિરોધ પ્રદર્શન કર્યું તો વ્યક્તિને નોકરી નહીં મળે. બિહાર સરકારે આ ફરમાન કાઢ્યું છે.

બિહારમાં જો સરકાર સામે જો હવેથી કોઇ વિરોધ પ્રદર્શન કે રસ્તા જામ કર્યા તો તે વ્યક્તિને સરકારી નોકરીને લાયક નહીં રહે અને કોઇ કોન્ટ્રાક્ટ પણ સરકાર નહીં આપે. આવું નવું ફરમાન બિહારમાં નીતિશ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. સરકારે નક્કી કર્યું છે કે હવેથી સરકારી નોકરી તે વ્યક્તિને જ મળશે જેના માટે પોલીસે ચરિત્ર પ્રમાણપત્ર જાહેર કરેલ હોય. જો સરકાર સામે પ્રદર્શન કે પછી રસ્તા જામ કર્યા તો અને તે વાત જો પોલીસના રેકોર્ડમાં રહેશે તો સારા ચરિત્રનું પ્રમાણ નહીં મળે.

બિહારના ડીજીપીએ આ મુદ્દે એક લાંબો આદેશ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જૉ કોઈ વ્યક્તિ વિરોધ પ્રદર્શન, સડક જામ જેવા મામલાઓમા સામેલ હશે તો તેણે આપરાધિક કૃત્ય ગણવામાં આવશે. આવા વ્યક્તિઓએ ગંભીર પરિણામો માટે તૈયાર રહેવાની જરૂર છે અને તેમને સરકારી નોકરી વગેરે નહીં મળે.

બિહારમાં આ નવા ફરમાનનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે મુસોલીની અને હિટલરને પણ પડકાર આપી રહેલ નીતિશ કુમાર કહે છે કે સત્તા વ્યવસ્થા વિરુદ્ધ પ્રદર્શન કર્યું તો નોકરી નહીં મળે. એટલે નોકરી પણ નહીં આપે અને વિરોધ પણ કરવા નહીં દે. 40 સીટોના મુખ્યમંત્રી ભયભીત છે કે શું?

બિહારના ઉપરથી લઈને નીચે સુધીના પોલીસ અધિકારીઓને આ મુદ્દે આદેશ અપાઈ ગયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ચૂક ન થવી જોઈએ અને તેના માટે પોલીસ સ્ટેશનના થાનાધ્યક્ષ જવાબદાર રહેશે.

(સંકેત)