Site icon Revoi.in

ભારત અને ઇઝરાયલના સંબંધો જૂના અને ધનિષ્ઠ છે: ઇઝરાયલના નાયબ રાજદૂત

Social Share

નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી યુદ્વ જેવી સ્થિતિ બાદ આજે સંઘર્ષ વિરામનું એલાન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે ભારતના ઇઝરાયલ સાથેના સંબંધને લઇને ઇઝરાયલના ભારત સ્થિત નાયબ રાજદૂત રોની ક્લેઇને નિવેદન આપ્યું છે.

રોની ક્લેઇનને ભારત સાથેના સંબંધો અંગે કહ્યું હતું કે, ભારતના લોકો તરફથી ઇઝરાયલને સમર્થન પ્રાપ્ત થયું છે. જો કે ભારત સરકાર તરફથી એ પ્રકારનું સમર્થન મળ્યું નથી. જેટલું અન્ય દેશોની સરકારોએ આપ્યું છે. આમ છતાં ભારત અને ઇઝરાયલના સંબંધો ધનિષ્ઠ છે.

ક્લેઈને કહ્યુ હતુ કે, હમાસ જેરુસલેમના પૂર્વમાં આવેલા શેખ જર્રાહ નામના સ્થળને આગળ ધરીને ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યુ હતુ.આ વિસ્તારમાંથી પેલેસ્ટાઈનના લોકોને હટાવી દેવામાં આવશે તેવુ હમાસ માને છે પણ આ જગ્યાને લઈને વિવાદ છે અને તે હાલમાં અદાલતમાં છે. હાલમાં તો સંઘર્ષ રોકાયો છે અને લાગે છે કે, વાતચીત જલ્દી શરુ થશે. પેલેસ્ટાઈનના ઉદારમતવાદી લોકોએ આ માટે આગળ આવવુ પડશે અને કટ્ટરવાદી તત્વોને પાછળ ધકેલવા પડશે.

તેમણે આગળ ઉમેર્યું હતું કે હમાસે ઇઝરાયલના રહેણાંક વિસ્તારો પર રોકેટ લોન્ચ કર્યા હતા જ્યારે ઇઝરાયલે હમાસના આતંકી માળખાને ટાર્ગેટ કર્યું હતું. ઇઝરાયલે જે ઇમારતોને ટાર્ગેટ કરી હતી ત્યાંના લોકો અગાઉથી મેસેજ આપ્યો હત. કેટલીક ઇમારતો પર માત્ર અવાજ કરનારા બોંબ ફેંકવામાં આવ્યા હતા. અમારો પ્રયાસ હમાસના નેતૃત્વને ખતમ કરવાનો હતો.

હમાસના 75 ટકા રોકેટ ઇઝરાયલના રહેણાંક વિસ્તારમાં પડ્યા હતા જ્યારે ઇઝરાયલ પર હમાસે 10 દિવસમાં 29 પ્રકારના રોકેટ લોન્ચ કર્યા હતા. ઇઝરાયલે હમાસ ઉપરાંત લેબેનોનમાંથી ઇઝરાયલ પર થયેલા હુમલાને ગંભીરતાથી લીધો છે.