Site icon Revoi.in

કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ફરી ઓછું થયું, આ લોકોને મળશે પ્રાથમિકતા

Social Share

નવી દિલ્હી: હવે કોવિશિલ્ડના બંને ડોઝ વચ્ચેના અંતરમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ દરમિયાન બે ડોઝ વચ્ચે પહેલા 28-42 દિવસનું અંતર હતું. જે બાદ 22 માર્ચે આ અંતર વધારીને 6-8 સપ્તાહ કરવામાં આવ્યું. આ પછી, 13મેના રોજ ફરી આ તફાવતને વધારીને 12-16 સપ્તાહ કરાયો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે (Mohfw) ફરી એક વાર કોવિશિલ્ડના (Covishield)ના બંને ડોઝ વચ્ચેનું અંતરમાં ત્રીજી વખત ફેરફાર કરાયો છે.

આરોગ્ય મંત્રાલયના આ નવા દિશા નિર્દેશો એ લોકો માટે છે, જેમણે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ મેળવ્યો હોય અને વિદેશ પ્રવાસ કરવાનો હોય. આ વિદેશી સફર અભ્યાસ, રોજગાર કે ઓલિમ્પિક ટીમ માટે પણ હોઇ શકે છે. આવા લોકોને કોવિશિલ્ડના બીજા ડોઝ માટે 84 દિવસની રાહ જોવી પડશે નહીં.

અગાઉ, પંજાબના આરોગ્ય પ્રધાન બલબીરસિંહ સિદ્ધુએ મંગળવારે કહ્યું હતું કે, કોવિશિલ્ડની પ્રથમ માત્રા પછી 28 દિવસના અંતરાલ પછી જેને ખાસ કારણોસર વિદેશ જવાની જરૂર છે, માટે બીજી માત્રા આપવામાં આવશે.

નોંધનીય છે કે, બીજા ડોઝ વચ્ચેનું અંતર બે વાર વધારવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ગેપ ઓછો કરવામાં આવ્યો છે. આ ફક્ત તે લોકો માટે જ છે, જે વિદેશ યાત્રા પર જઇ રહ્યા છે. નવી માર્ગદર્શિકા અનુસાર, હવે કેટલીક શ્રેણીઓ માટે રસી માટેના 84 દિવસ રાહ જોવાની જરૂર નથી. હવે 28 દિવસ પછી પણ કોવિશિલ્ડનો બીજો ડોઝ લગાવી શકાય છે.