Site icon Revoi.in

હવે પ્રીપેડ-પોસ્ટેપડ ટ્રાન્સફર પ્રક્રિયામાં KYCની ઝંઝટથી મુક્તિ મળશે, ડિજીટલ KYC માન્ય ગણાશે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં ટેલિકોમ સેક્ટર સાથે સંકળાયેલા અનેક સુધારાઓ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તેનાથી ઉદ્યોગો ઉપરાંત સામાન્ય પ્રજાને પણ ઘણી સગવડો પ્રાપ્ત થશે.

અત્યારે જો કોઇ ગ્રાહક પ્રીપેડ નંબરને પોસ્ટપેડ કે પોસ્ટબેડ નંબરને પ્રીપેડમાં બદલવા ઇચ્છુક હોય તો તેને વારંવાર કેવાયસીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ હવે સરકાર આ ઝંઝટમાંથી છૂટકારો અપાવવા નિયમો બદલી રહી છે. હવે ડિજીટલ કેવાયસી માન્ય ગણાશે જેથી કેવાયસીની લાંબી પ્રક્રિયાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

જો તમે હવે નવો મોબાઇલ ખરીદો છો અથવા ટેલિફોન જોડાણ લેશો તો KYC ડિજીટલ થશે. એટલે કે કેવાયસી માટે કોઇ કાગળની જરૂર નહીં પડે.

તે ઉપરાંત સરકારે હવે ટેલિકોમ સેક્ટરમાં 100 ટકા FDIને પણ મંજૂરી આપી છે. આ FDI ઑટોમેટિક રૂટથી આવશે અને તમામ સુરક્ષા ઉપાયનું પાલન કરાશે. FDI સેક્ટરમાં રોકાણ વધશે. તેનાથી કંપનીઓ નવી ટેક્નોલોજી ખાસ કરીને 5જી પર રોકાણ કરી શકશે અને ગ્રાહકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરી શકશે.

મંત્રીમંડળે નવા સંરચનાત્મક સુધારાને લીલી ઝંડી આપી છે. સ્પેક્ટ્રમ પ્રયોગકર્તા ભાડું સુસંગત બનાવાયું છે. ટેલિકોમ કંપનીઓને બાકી રકમ ચૂકવવા માટે ચાર વર્ષની મુદત આપી છે તેવું ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું.