- દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક
- રાજકીય સન્માન સાથે અપાઇ અંતિમ વિદાય
- બુધવારે સવારે 7.30 કલાકે તેમનું નિધન થયું હતું
મુંબઇ: ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારએ ફાની દુનિયાને આજે સવારે અલવિદા કીધું છે. 98 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી હિન્દી સિનેમાના એક યુગનો અંત આવ્યો છે. બુધવારે સવારે 7.30 કલાકે તેમનું નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમારીથી પિડીત હતા.
મુંબઇના જૂહુ કબ્રસ્તાનમાં દિલીપ કુમારને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. દિલીપ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. સામે આવેલી અંતિમ યાત્રાની તસવીરોમાં દિલીપ કુમારનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટવામાં આવ્યું હતું.
આ પહેલા દિલીપ કુમારના પાર્થિક દેહના દર્શન કરવા માટે અનેક ફિલ્મ અભિનેતાઓ અને રાજનેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતા. દિલીપ કુમારના નિધન બાદ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીડમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આપેલા નિર્દેશો પ્રમાણે દિલીપ કુમારની અંતિમ યાત્રા રાજકીય સન્માન સાથે થઈ છે. સામે આવેલી અંતિમ યાત્રાની તસવીરોમાં દિલીપ કુમારનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટવામાં આવ્યું હતું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનેક લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.
આ એવોર્ડ્સથી કરાયા હતા સન્માનિત
પદ્મભૂષણ તથા પદ્મવિભૂષણ અવોર્ડ મળ્યા
1991: પદ્મભૂષણ
1994: દાદાસાહેબ ફાળકે
2015: પદ્મ વિભૂષણ
10વાર ફિલ્મફેર અવોર્ડ જીત્યો
1954: બેસ્ટ એક્ટર (દાગ)
1956: બેસ્ટ એક્ટર (અંદાજ)
1957: બેસ્ટ એક્ટર (દેવદાસ)
1958: બેસ્ટ એક્ટર (નયા દૌર)
1961: બેસ્ટ એક્ટર (કોહિનૂર)
1965: બેસ્ટ એક્ટર (લીડર)
1968: બેસ્ટ એક્ટર (રામ ઔર શ્યામ)
1983: બેસ્ટ એક્ટર (શક્તિ)
1994: બેસ્ટ એક્ટર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
2005: બેસ્ટ એક્ટર સ્પેશિયલ અવોર્ડ