- કોરોના વેક્સિન માટે આધાર કાર્ડ બતાવવા દબાણ કરાય છે
- તેને લગતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ
- કેન્દ્ર સરકાર અને UIDAIને નોટિસ ફટકારીને સુપ્રીમે જવાબ માંગ્યો
નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણ ચાલી રહ્યું છે પરંતુ રસીકરણ દરમિયાન ઓળખના પત્ર તરીકે લોકો પાસે આધાર કાર્ડ માંગવામાં આવી રહ્યું છે તેને લઇન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ માટે દબાણ ન કરવા માટે નિર્દેશ માંગતી અરજી પર, કેન્દ્ર સરકાર અને આધાર કાર્ડની કામગીરી સાથે સંકળાયેલ UIDAIને નોટિસ જારી કરી છે. જસ્ટિસ ચંદ્રચૂડની ખંડપીઠે અરજદાર તરફ હાજર રહેલા વકીલને કહ્યું હતું કે, તમે અખબારના અહેવાલ દ્વારા ન જાવ. શું તમે જાતે કોવિન એપ જોઇ છે? તેને અપડેટ કરવામાં આવ્યું છે.
તમે કોવિન એપના FAQ વિભાગ પર જાઓ. ત્યાં તમે જોશો કે તેમાં ઓળખ કાર્ડની યાદી છે. જેના દ્વારા તમે રસીકરણ માટે નોંધણી કરાવી શકો છો. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ વગેરે સાથે નોંધણી કરાવી શકો છો. આ અંગે અરજદારના વકીલે કહ્યું કે એ સાચું છે કે આવા સાત ઓળખ કાર્ડ છે, જેના દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાય છે, પરંતુ લોકોને રસીકરણ કેન્દ્ર (Vaccination Center)પર આધારકાર્ડ (Aadhaar card ) માટે પૂછવામાં આવે છે.
કેન્દ્રો પર એવું કહેવામાં આવે છે કે આધાર વગર રસીકરણ થઈ શકતું નથી. તેમણે કહ્યું કે નિયમ માત્ર કાગળ પર છે. આધાર કાર્ડ સાથે લિંક કરવું હજુ પણ ફરજિયાત છે. અરજદારના વકિલની દલીલ બાદ બેન્ચે અરજીની તપાસ કરવાનું નક્કી કરતા, કેન્દ્ર સરકાર અને UIDAIને નોટિસ ફટકારી હતી. અને જવાબ માગ્યો છે.