Site icon Revoi.in

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતે કર્યું દેશી હોવિત્ઝર એટીએજીએસનું સફળ પરીક્ષણ

Social Share

નવી દિલ્હી: ભારતે આજે દુશ્મનોને ચોંકાવી દીધા હતા. ભારતે આજે ઓડિશામાં બાલાસોર ફાયરિંગ રેન્જમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા નિર્મિત દેશી હોવિત્ઝર એટીએજીએસનું પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓના એટીએજીએસ પ્રોજેક્ટ ડિરેક્ટર શૈલેન્દ્ર ગાડેએ કહ્યું હતું કે, તે વિશ્વની શ્રેષ્ઠત્તમ તોપ છે. હજુ સુધી કોઇ અન્ય દેશ આવી તોપનું નિર્માણ કરવામાં સફળ રહ્યો નથી.

જુઓ પરીક્ષણનો વીડિયો

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ તોપ ત્રણ વર્ષમાં ડિઝાઇન કરવામાં આવી હતી અને તેને પરીક્ષણમાં મૂકવામાં આવી હતી. ટૂંક સમયમાં, તે પીએસક્યુઆર પરીક્ષણોને આધિન કરવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે આર્ટિલરી સિસ્ટમ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ઉપલબ્ધિ હશે. સરકાર હાલમાં સ્વદેશી ટેક્નોલોજી દ્વારા શસ્ત્રોના નિર્માણ પર ભાર આપી રહી છે જેથી સંરક્ષણ ક્ષેત્રે પણ દેશને આત્મનિર્ભર બનાવી શકાય.

અગાઉ ચીન અને પાકિસ્તાનની સરહદ પર તણાવ વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ભારત સ્વદેશી શસ્ત્રોથી ભાવિ યુદ્વ લડશે અને દુશ્મનોને પરાજીત કરશે.

એક કાર્યક્રમને સંબોધિત કરતા સીડીએસ રાવતે કહ્યું હતું કે, અમે જોઇ રહ્યા છીએ કે અમારું ખાનગી ઉદ્યોગ પણ સંરક્ષણ ક્ષેત્રે પ્રેરિત છે, તેમને સમર્થનની જરૂર છે. મને લાગે છે કે આપણે દેશી શસ્ત્રો દ્વારા ભાવિ યુદ્વ જીતીશું.

(સંકેત)