Site icon Revoi.in

DRDO નિર્મિત સબસોનિક ક્રૂઝ મિસાઇલ ‘નિર્ભય’નું કરાયું સફળ પરીક્ષણ, આ છે ખાસિયત

Social Share

નવી દિલ્હી: ભારતની સંરક્ષણ સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને સિદ્વિ હાંસલ કરી છે. સંસ્થાએ ઓરિસ્સા તટ પર ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાં સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરિક્ષણ કર્યું છે.

1000 કિલોમીટર સુધીનો માર કરી શકતી નિર્ભય મિસાઇલ પરમાણુ બોમ્બનું વહન કરવા માટે પણ સક્ષમ છે. આ મિસાઇલની તુલના અમેરિકાના ટોમ હોક અને પાકિસ્તાનના બાબર મિસાઇલ સાથે કરવામાં આવે છે. મિસાઇલ 300 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકો તેમજ પરમાણુ હથિયારનું વહન કરવામાં સક્ષમ છે. નિર્ભયને જમીન, હવા અને પાણી નીચે સબમરિનમાંથી પણ લોન્ચ કરી શકાય છે.

ખાસિયત

નિર્ભય મિસાઇલની ખાસિયત વિશે વાત કરીએ તો મિસાઇલ બહુ ઓછી ઉંચાઇ પર ઉડાન ભરતી હોવાથી રડારમાં તેને પકડવી મુશ્કેલ છે. પોતાના લક્ષ્ય પર સચોટ સમયે અને સચોટ જગ્યાએ વાર કરે છે. આ પહેલા માર્ચ મહિનામાં તેનું સફળ પરીક્ષણ કરાયું હતું.

મિસાઇલે તમામ પ્રકારના ઉપકરણોના ટેસ્ટિંગ દરમિયાન અપેક્ષા મુજબ દેખાવ કર્યો હતો. મિસાઇલમાં પ્રપલ્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. જે બહુ ઓછા દેશો પાસે છે. તાજેતરમાં ઇસરો દ્વારા હિંદ મહાસાગરમાં નેવી તેમજ વ્યાપારિક જહાજો પર નજર રાખવા માટે એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે.