- ફિલ્મ દિગ્ગજ દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત
- આજે સવારે 11 વાગ્યે આ બેઠકનું આયોજન કરાયું હતું
- તે ઉપરાંત આર્થિક મામલાના મંત્રીમંડળની બેઠક પણ સ્થગિત કરાઇ
નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધનના કારણે હવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. આજે સવારે 11 વાગે બેઠક થનારી હતી જે દિલીપ કુમારના નિધન બાદ સ્થગિત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરવાની સાથોસાથ આર્થિક મામલાની મંત્રીમંડળ સમિતિની બેઠક પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી બિમારી બાદ બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કમારનું નિધન થયું છે. બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે દિલીપ કુમારે મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી દેશમાં તેમજ બોલિવૂડમાં શોકની લહેરખી પ્રસરી ચૂકી છે. તેમને દાદા સાહેબ ફાળકે, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. દિલીપ કુમાર વર્ષ 2000માં રાજ્યસભાના સભ્ય પણ બન્યા હતા.
કેન્દ્રીય મંત્રીમંડળનું આજે સાંજે 6 વાગ્યે વિસ્તરણ થવાનું છે. જેમાં ઘણા મોટા ફેરફારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંત્રીમંડળમાં વિસ્તાર પહેલા કેન્દ્રીય કેબિનેટની આ મીટિંગ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળ નવા ફેરફાર બાદ સૌથી યુવા મંત્રીમંડળ હોઈ શકે છે.