- આજે સમગ્ર વિશ્વમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે
- પર્યાવરણ સંરક્ષણ-સંવર્ધન પ્રત્યે જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે
- વર્ષ 1970માં પ્રથમ વખત આ દિવસ મનાવાયો હતો
નવી દિલ્હી: આજે 22 એપ્રિલ એટલે કે પૃથ્વી દિવસ. દર વર્ષે જળવાયુ સંકટ તેમજ પર્યાવરણીય સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુસર પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1970માં પ્રથમ વખત પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યો હતો.
આ વર્ષની થીમ Restore Our Earth છે. જેનો અર્થ છે આપણી પૃથ્વીને પુનસ્થાર્પિત કરવી એ આપણું કર્તવ્ય છે, કારણ કે આપણે તેના પર વસવાટ કરીએ છીએ. તે ઉપરાંત એક સ્વસ્થ ગ્રહ એ માત્ર વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા પણ છે.
અર્થ ડેનો ઇતિહાસ
પૃથ્વી દિવસ એક વાર્ષિક આયોજન છે. જેને 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં પર્યાવરણ સંરક્ષણ તેમજ સમર્થન પ્રદર્શિત કરવા માટે આયોજીત કરાય છે. તેની સ્થાપના અમેરિકી સેનેટર જેરાલ્ડ નેલ્સને વર્ષ 1970માં એક પર્યાવરણ શિક્ષાના રૂપમાં કરી હતી.
દર વર્ષે વિશ્વના 192 દેશોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. સેનેટર નેલ્સને પર્યાવરણને એક રાષ્ટ્રીય એજન્ડામાં જોડવા માટે પહેલા રાષ્ટ્રવ્યાપી પર્યાવરણ વિરોધની પ્રસ્તાવના આપી હતી. જાણીતા ફિલ્મ તેમજ ટેલિવિઝિન અભિનેતા એડી એલબર્ટે પૃથ્વી દિવસના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
નોંધનીય છે કે, હાલ જે રીતે કોરોના મહામારીના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે, તે જોતા પૃથ્વીને સુરક્ષિત રાખવી ખૂબ જરૂરી હોવાનું ફલિત થાય છે. પૃથ્વીને સુરક્ષિત – સુંદર રાખવા અને બીમારીઓથી રક્ષણ મેળવવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. વૃક્ષો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
(સંકેત)