Site icon Revoi.in

યાસ વાવોઝોડાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ 25 ટ્રેન કરી રદ્દ, જુઓ લિસ્ટ

Social Share

નવી દિલ્હી: બંગાળની ખાડીમાં પૂર્વમાં બનેલું ગંભીર ચક્રવાતી યાસ તોફાનમાં બદલાવવાની સંભાવનાને જોતા અને નુકસાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ 25 ટ્રેનને 6 દિવસ માટે રદ્દ કરી છે.

ચક્રાવાત યાસને ધ્યાનમાં રાખીને આગમચેતીના ભાગરૂપે પૂર્વ રેલવેએ કુલ 25 ટ્રેન રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે.

રદ્દ થયેલી ટ્રેનોની યાદી

પ્રાપ્ત જાણકારી અનુસાર, બંગાળની ખાડીના પૂર્વમાં બનેલા ગંભીર દબાણના કારણે વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સમયે 155-165 કીમી/કલાકની ઝડપે હવા ચાલે તેવી સંભાવના છે. પશ્વિમ બંગાળમાં દીધાથી 670 કિમી દક્ષિણ પૂર્વ અને પારાદીપથી 590 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં બનેલા આ દબાણના આગળ વધવાના કારણે બંને રાજ્યોના તટવર્તી અને અંદરના ક્ષેત્રમાં ભારે વરસાદ થશે.

સંભાવના છે કે, આગામી 24 કલાકમાં આ વાવાઝોડું ગંભીર બની શકે છે. તે 26મેના રોજ પશ્વિમ બંગાળ- ઓરિસ્સા તટની પાસે બંગાળની ઘાટીમાં ઉત્તર ભાગમાં પહોંચશે. પ. બંગાળમાં પૂર્વી અને પશ્વિમી મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તરી પરગણાની સાથે હાવડા અને હુગલીમાં 25મેથી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.