Site icon Revoi.in

જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, JCO સહિત 5 જવાન શહીદ

Social Share

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક JCO સહિત 5 જવાન શહાદત પામ્યા છે. અગાઉ સુરક્ષાદળોએ આતંકીઓને જડબાતોડ જવાબ આપતા એક એક આતંકીને ઠાર કર્યા હતા.

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં પાંચ જવાબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બાદમાં તેઓ શહીદ થયા હતા. એજન્સીઓને મુઘલ રોડ પાસે ચમરેર દ્વારા આતંકીઓની ઘૂસણખોરીના ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ ત્યાં ઓપરેશન ચલાવ્યું હતું. આજ સવારથી જ સુરક્ષદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

જગંલમાં હજુ પણ સુરક્ષાદળો તેમજ આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. ત્રણથી ચાર આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે.

આ બાજુ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં એક આતંકી ઠાર થયો છે.