Site icon Revoi.in

હવે યુપીમાં પ્રવેશ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ આવશ્યક, યોગી સરકારે લીધો નિર્ણય

Social Share

લખનઉ: ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લાવવા માટે યોગી સરકાર દ્વારા લેવાયેલા પગલાંની અનેક રાજ્યો દ્વારા સરાહના કરાઇ છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને જોતા અન્ય રાજ્યોથી ઉત્તર પ્રદેશ આવતા લોકો માટે હવે યોગી સરકાર વધુ ગંભીર છે. મુખ્યમંત્રી યોગીએ નિર્દેશ આપ્યો છે કે રાજ્યોમાં પોઝિટિવિટી દર 3 ટકાથી વધુ હોય ત્યાંના લોકોએ ઉત્તર પ્રદેશ આવવા માટે ફરજીયાતપણે નેગેટિવ RT-PCR રિપોર્ટ લાવવો પડશે. તે ઉપરાંત વિમાનની સાથોસાથ ટ્રેન અને માર્ગ મારફતે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરનારા પર ખાસ ધ્યાન રખાશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે આદેશ આપ્યો હતો કે માત્ર ચાર દિવસ પહેલાનો કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ દેખાડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ મળશે. ચાર દિવસથી જૂનો રિપોર્ટ માન્ય ગણાશે નહીં. આ ઉપરાંત વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલા લોકોને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ પર તપાસની જરૂર પડશે નહીં. તેણે બંને ડોઝનું સર્ટિફિકેટ દેખાડવું પડશે. ઉત્તર પ્રદેશ સરકારે તેને લઇને એરપોર્ટની સાથોસાથ રેલવે સ્ટેશન અને અન્ય રાજ્ય માર્ગોને જોડતી સરહદ પર ચેકિંગ વધારી દીધું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ટીમ-09 ની સાથે કોવિડની સ્થિતિની સમીક્ષા બેઠકમાં નિર્દેશ આપ્યો કે ઉત્તર પ્રદેશમાં આગમન પર બધા લોકોના એન્ટીજન ટેસ્ટ અને થર્મલ સ્ક્રીનિંગ જરૂ કરે. આ નિયમ આજથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં બહારથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવશે.

એરપોર્ટ, બસ અને રેલવે સ્ટેશન પર સતત ચેકિંગ કરવામાં આવશે. તે માટે સ્વાસ્થ્યકર્મીઓની ટીમ તૈનાત કરાશે. જે સતત આવી રહેલા લોકોનું મોનિટરિંગ કરશે. જેવ રાજ્યોમાં પ્રથમ ટકાથી વધુ પોઝિટિવિટી રેટથી તેના પર આ નિયમ લાગૂ થશે.