Site icon Revoi.in

ડિસેમ્બર 2020 સુધીમાં EPFOએ 57 લાખ એડવાન્સ ક્લેમની પતાવટ કરી

Social Share

નવી દિલ્હી: ઇપીએફઓએ 31 ડિસેમ્બર, 2020 સુધી કોરોના વાયરસ સંબંધિત 56.79 લાખ એડવાન્સ ક્લેમની પતાવટ કરી હતી. આ હેઠળ 14,310 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઇપીએફઓ સબસ્ક્રાઇબરે આ એડવાન્સ રકમ પરત કરવાની જરૂર નથી. લોકડાઉન દરમિયાન બેઝિક પે તેમજ મોંઘવારી ભથ્થાની સમાન રકમ કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી. તે સમયે કેન્દ્ર સરકારે કોરોના વાયરસને કારણે EPFOના 6 કરોડથી વધુ સભ્યોને PFમાં જમા ધન ઉપાડવાની મંજૂરી આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ફાઇનલ સેટલમેન્ટ, મૃત્યુ, વીમા અને એડવાન્સ ક્લેમના 197.91 લાખ દાવાઓની પતાવટ કરવામાં આ હતી, જેમાં 73.28 હજાર કરોડ રૂપિયા ડિસ્બર્સ કરવામાં આવ્યા હતા. આ સમયમાં વિતરિત કરવામાં આવેલી કુલ રકમમાં આશરે 20 ટકા કોવિડ 19 એડવાન્સ સંબંધિત છે.

આ આંકડાઓ પરથી એ અંદાજ લગાવી શકાય છે કે આ મહામારીથી દેશના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો પર કેટલી અસર પડી છે. કારણ કે મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર થયા હતા. તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોના વેતનમાં કાપ મૂકવામાં આવ્યો હતો તેમજ સ્થાનાંતરિત થવું પડ્યું હતું. કેન્દ્રે મહામારીને પગલે આર્થિક રીતે નબળા સમૂહ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી.

આ ઉપરાંત સરકારે ઈપીએફ યોજનાથી નાણાં ઉપાડવા માટે યોજના પણ શરુ કરી હતી. રિપોર્ટ મુજબ આ સમયગાળા દરમિયાન પ્રાઇવેટ ઇપીએફ ટ્રસ્ટે 4.19 લાખ કોરોના એડવાન્સ દાવાઓની પતાવટ કરીને 3983 કરોડ રૂપિયા વિતરિત કર્યા હતા.

(સંકેત)