મહારાષ્ટ્રમાં સતત વધતુ કોરોનાવાયરસનું સંક્રમણ બની રહ્યું છે જોખમી, ધો. 10 અને 12ની પરીક્ષા રદ
- મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો
- વધતા સંક્રમણને લઈને સરકાર ચિંતિત
- ધો. 10 અને 12 ની પરીક્ષા રદ
- શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડની જાહેરાત
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસનું સંક્રમણ જે રીતે વધી રહ્યું. છે તેને જોતા ઉદ્ધવ સરકાર દ્વારા ઘોરણ 10 અને 12ની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. દેશમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવી રહ્યા છે.
પરીક્ષા રદ થવાના મામલે રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, કોરોનાવાયરસના સંક્રમણના કારણે હાલમાં પરીક્ષા લેવી તે યોગ્ય નથી. તેમના માટે વિદ્યાર્થીઓની સલામતી સૌથી મોટી પ્રાથમિક્તા છે. કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આગામી પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. અને ધોરણ 12 ની મે માં અને ધોરણ 10ની પરીક્ષા જૂન મહીનામાં લેવામાં આવશે.
મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાવાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં જાણકારો દ્વારા થોડા સમય પહેલા એવુ પણ કહેવામાં આવ્યું હતું કે, મુંબઈમાં લોકલ રેલવેને શરૂ કર્યા બાદ કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.
મહત્વનું છે કે કોરોનાવાયરસને નાથવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે તેજ કરવામાં આવી છે. દેશમાં હાલ 9 કરોડની આસપાસ લોકોનો વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ પ્રક્રિયા વધારે તેજ બની શકે તેમ છે.
જો કે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે હાલ તો સરકાર તથા દેશવાસીઓ પાસે કોઈ વધારે રસ્તા નથી, તો સરકાર દ્વારા તો સતત અપીલ કરવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે અને માસ્ક અવશ્ય પહેરવામાં આવે. કોરોનાવાયરસ સામેની લડાઈમાં માસ્ક ખુબ અસરકારક સાબિત થયું છે.
(દેવાંશી)