Site icon Revoi.in

પંજાબની રાજનીતિમાં મોટી ઉથલપાથલના સંકેત, કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહ અને જેપી નડ્ડાને મળશે

Social Share

નવી દિલ્હી: પંજાબમાં રાજકીય દાવપેચ વધી શકે છે અને પંજાબના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ શુક્રવારે દિલ્હી જવાના છે. દિલ્હી ગયા બાદ ત્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપીના અન્ય નેતાઓને મળે તેવી સંભાવના છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત બાદ ભાજપ અને કેપ્ટનની પાર્ટી વચ્ચે ગઠબંધન થશે કે કેમ તે અંગેની દરેક અટકળોનો અંત આવી જશે. કેપ્ટને એવા પણ સંકેત આપ્યા છે કે તેની પાર્ટીમાં ઘણા મોટા ચહેરાઓ જોડાઇ શકે છે. અગાઉ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહને મળ્યા હતા. ત્યારે એવી અટકળો હતી કે તે ભાજપમાં જોડાઇ શકે છે પરંતુ અટકળો ખોટી પડતા તેઓએ પોતાની જ પાર્ટીની જાહેરાત કરી હતી.

સૂત્રોનું જો માનીએ તો ભાજપ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે સમજૂતી થઇ ગઇ છે અને હવે માત્ર સમય અને ઔપચારિકતા જ બાકી છે. જ્યારે પંજાબના 32 ખેડૂત સંગઠનો દિલ્હી બોર્ડર પરથી ઘરે પરત ફરવા અંગે જે દિવસે નિર્ણય લેવાના છે ત્યારે જ કેપ્ટન અમરિંદર સિંહ બીજેપીના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરવાના હતા.

નોંધનીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહ જે દિવસે ભાજપના નેતાઓને મળશે એ જ દિવસે યુનાઇટેડ કિસાન મોરચા ધરણા પર નિર્ણય લેવાના છે.