Site icon Revoi.in

રસીકરણ માટે આ જ સૌથી યોગ્ય સમય, કોરોનાની બીજી લહેરથી બચાવશે: નિષ્ણાતો

Social Share

નવી દિલ્હી: આજથી સમગ્ર ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે નિષ્ણાતો અનુસાર હાલમાં ઇનોક્યુલેશ જરૂરી છે અને આ જ સમય યોગ્ય છે, કારણ કે તે કોરોનાની નવી લહેરને ટાળવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને યુકેના નવા કોવિડ-19 સ્ટ્રેનને ધ્યાને રાખતા જેનો સંક્રમણ દર ખૂબ જ વધારે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ સમયે રસીકરણની તાત્કાલિક આવશ્યકતા છે જ્યારે હર્ડ ઇમ્યુનિટી હજુ વિકસાવવાન બાકી છે અને અર્થતંત્રની સાથોસાથ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પણ ફરી ખુલી રહી છે, જેના કારણે વ્યાપક સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે. ત્યારે રસીકરણથી આપણને ચોક્કસપણે ફાયદો થશે.

રસીકરણ જરૂરી છે કારણ કે તમે જાણતા નથી કે કોરોનાની બીજી લહેર ક્યારે શરૂ થઈ શકે છે અને આપણે જોયું છે કે અન્ય દેશોમાં બીજી અને ત્રીજી લહેર કોરોનાના વધુ ગંભીર કેસો અથવા વધુ સંક્રામક સ્ટ્રેન સાથે જોવા મળી છે.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડી કહે છે, “રસીકરણ જરૂરી છે કારણ કે તમે જાણતા નથી કે કોરોનાની બીજી લહેર ક્યારે શરૂ થઈ શકે છે અને આપણે જોયું છે કે અન્ય દેશોમાં બીજી અને ત્રીજી લહેર કોરોનાના વધુ ગંભીર કેસો અથવા વધુ સંક્રામક સ્ટ્રેન સાથે જોવા મળી છે.
કોરોના સામે હજુ સુધી કોઇ હર્ડ ઇમ્યુનિટી અસ્તિત્વમાં આવી નથી કારણ કે તે એક નવો રોગ છે. કોવિડ-19 સામેની રસી સંક્રમણના ફેલાવા તેમજ તેની ગંભીરતના ઘટાડવામાં મદદ કરી શકે છે. જો કે હાલ એક્ટિવ કોરોના કેસમાં ઘટાડો આવ્યો છે પરંતુ આપણે નથી જાણતા કે કોરોના મહામારી ક્યારે કઇ દિશામાં આગળ વધશે. તેવામાં કોરોના રસીકરણ હાલના તબક્કે શરૂ કરી દેવું ખૂબ જ આવશ્યક છે.

(સંકેત)