Site icon Revoi.in

ખેડૂતો કોઇપણ પ્રકારની શરત વગર સરકાર સાથે વાતચીત કરવા તૈયાર: રાકેશ ટિકૈત

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ફરી ચર્ચા શરુ થઈ છે.

છેલ્લા દોઢ વર્ષથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ બાદ તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપ્યું હતું કે, સરકાર કૃષિ કાયદાઓને પાછા નહીં લે પરંતુ આંદોલનકારી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. સરકારના આ નિવેદન પર ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, સરકાર ભલે લાઠીનો ઉપયોગ કરે પરંતુ જે પણ વાતચીત થશે તે કોઇપણ શરત વગર થશે.

ભારતીય કિસાન યુનિયનના આગેવાન ટિકૈતના કહેવા પ્રમાણે સરકારનો જે લેટેસ્ટ પ્રસ્તાવ અમને મળ્યો છે તે શરતો સાથેનો છે.સરકાર વાતચીત કરવા માંગે છે પણ એવુ પણ કહી રહી છે કે, નવા કાયદા પાછા નહીં ખેંચાય.અમે કોઈ શરત મુકી નથી.જો કાયદા પાછા ખેંચવા પર ચર્ચા કરવાની હોય તો અમે વાતચીત કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યુ હતુ કે, અમે તો આઠ મહિનાથી આર પારની લડાઈના મૂડમાં છે. આર પારની લડાઈનો જે અર્થ જેને કાઢવો હોય તે કાઢી શકે છે પણ અમે કહી રહ્યા છે કે અમે શાંતિથી બેઠા છે. સરકાર જો અમને અહીંથી પાછા મોકલવા માંગતી હોય તો દંડા અને ગોળીઓનો ઉપયોગ કરી શકે છે.

ટિકૈતે યુપીમાં પણ ઓગસ્ટ મહિનાથી દરેક જિલ્લામાં આંદોલનની શરુઆત કરવાની જાહેરાત કરી છે.જેમાં શેરડી પકવતા ખેડૂતો, મોંઘી વીજળી સહિતના મુદ્દા ઉઠાવવામાં આવશે.