Site icon Revoi.in

સરકાર સાથે આગામી મંત્રણા પર ખેડૂતો આજે લેશે નિર્ણય

Social Share

નવી દિલ્હી: કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું હતું કે વાતચીત માટે આગામી તારીખને લઇને કેન્દ્રમાં પત્રમાં કંઇપણ નવું નથી. કેન્દ્રના નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ માટે હરિયાણા અને ઉત્તર પ્રદેશને અડીને દિલ્હીની વિવિધ સીમાઓ પર ખેડૂતોએ ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. ખેડૂત નેતાઓના આગામી પગલા માટે આજે એટલે કે મંગળવારે બેઠક થવાની સંભાવના છે. ખેડૂત સંગઠનો હાલમાં બિહાર જેવા અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતોનો ટેકો મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

વિપક્ષ તરફથી પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શિરોમણિ અકાળી દળે ત્રણ નવા કાયદાને રદ કરવા માટે સંસદ સત્રને બોલાવવાની માંગ કરી છે. કેરળમાં વામ લોકતાંત્રિક મોરચા સરકારે કાયદા વિરૂધ એક પ્રસ્તાવ રજૂ કરવા માટે બુધવારના વિધાનસભા વિશેષ સત્ર અયોજિક કરવાનો નિર્ણય કર્યો છે.

કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે લગભગ 40 ખેડૂત સંગઠનોના નેતાઓને રવિવારના પત્ર લખી કાયદામાં સુધારાના પૂર્વના પ્રસ્તાવ પર તેમની આશંકાઓ વિશે તેમને જણાવ્યું અને આગામી તબક્કાની વાત માટે સુવિધાજનક તારીખ નક્કી કરવા કહ્યું છે જેથી જલદીથી જલદી આંદોલન સમાપ્ત થઈ જાય.

નોંધનીય છે કે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેના પાંચમાં રાઉન્ડની મંત્રણા પચી 9 ડિસેમ્બરે વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી કારણ કે ખેડૂત સંઘોએ કાયદામાં સુધારો કરવા અને લઘુત્તમ ટેકાના ભાવને ચાલુ રાખવા લેખિત ખાતરી આપવાનો કેન્દ્રના પ્રસ્તાવનો ઇન્કાર કર્યો હતો. ખેડૂતના નેતા અભિમન્યુ કોહરે કહ્યું હતું કે, તેમના પત્રમાં નવું કઇ નથી. અમે નવા કૃષિ કાયદામાં સુધારો કરવાની સરકારની દરખાસ્તને પહેલા જ નકારી દીધી છે.

(સંકેત)