Site icon Revoi.in

વર્ષ 2022માં અન્નદાતાને મળશે આર્થિક સહાય, 23,500 કરોડની લોન મળશે

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશના અન્નદાતાઓના હિતોની સુરક્ષા માટે તેમજ તેની આવકને બમણી કરવાના હેતુસર સતત પ્રયાસરત રહેતી હોય છે. આ વચ્ચે હવે રાજસ્થાનની સરકાર ખેડૂતો માટે વધુ એક પગલું ભરવા જઇ રહી છે. સહકાર મંત્રી ઉદય લાલ અંજનાએ કહ્યું કે, રાજસ્થાન સરકાર હવે રાજ્યના વધુ ખેડૂતોને સહકારી પાક લોનના દાયરામાં લાવવા માટે વિચારણા કરી રહી છે. રાજ્યના ખેડૂતો માટે હવે પાક લોન વિતરણનો લક્ષ્યાંક વધારીને રૂ. 23,500 કરોડ થવાનો છે.

આ વર્ષે પાક લોનનો લક્ષ્યાંક રૂ. 16,000 કરોડથી વધારીને રૂ. 18,500 કરોડ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13,878 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.

ગુણવત્તાયુક્ત બિયારણ મેળવવાથી લઇને વધુ સારા ખાતર અને મશીનરી ખરીદવા માટે પણ ખેડૂતોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે, ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શાહુકાર પાક લોન આપે છે. આ સાથે વિભાગની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, કૃષિ પેદાશ બજાર, આરસીડીએફ અને રાજફેડની ડિપોઝીટ જમા કરાવવા અંગે પણ નિર્ણય લેવાશે.

ખેડૂતો પાક લોન દ્વારા ઊંચી લોનની રકમ પર ઉચ્ચ મૂલ્યના પાક મેળવી શકે છે. સાથે જ પાક લોનનો ઉપયોગ આધુનિકીકરણ અને કૃષિમાં અદ્યતન ટેક્નોલોજી અપનાવવા માટે કરી શકાય છે.