- CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ વિરુદ્વ FIR દાખલ કરી
- CBIએ મુંબઇમાં દેશમુખના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા
- બોમ્બે હાઇકોર્ટે CBIને તપાસ સોંપવામાં આવે તેવું સૂચન કર્યું હતું
મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ મુશ્કેલીમાં મુકાયા છે. કૌંભાડના આરોપસર અનિલ દેશમુખ વિરુદ્વ CBIએ FIR દાખલ કરી છે. આ ઉપરાંત મુંબઇમાં દેશમુખના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. શુક્રવારે જ સીબીઆઇએ તેમની સામે પ્રારંભિક તપાસ પૂર્ણ કરીને કેસ દાખલ કરી દીધો હતો. જે બાદમાં આજે CBIએ તેમના વિવિધ ઠેકાણાઓ પર રેડ પાડી હતી.
કૌંભાડના આરોપસર કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે અનિલ દેશમુખ રાજ્યના ગૃહમંત્રી હોવાથી પોલીસ તેમની સમક્ષ નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. આથી આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે. આ બાદ તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Maharashtra HM Anil Deshmukh) સામે થયેલા આક્ષેપ મામલે બોમ્બે હાઇકોર્ટે તેમની સમક્ષ સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદમાં અનિલ દેશમુખે રાજીનામું ધરવું પડ્યું હતું. વકીલ જયશ્રી પાટિલની અરજી પર બોમ્બે હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. જે બાદમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી ગઈ હતી.
રાજીનામા પહેલા બોમ્બે હાઇકોર્ટે CBIને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ તરફથી મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપમાં 15 દિવસની અંદર તપાસ શરૂ કરવાનો આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જે બાદમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો.
(સંકેત)