1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આત્મનિર્ભર ભારત હેઠળ દેશના પ્રથમ ટોય ફેર 2021નું શનિવારે થશે ઉદ્વાટન
આત્મનિર્ભર ભારત હેઠળ દેશના પ્રથમ ટોય ફેર 2021નું શનિવારે થશે ઉદ્વાટન

આત્મનિર્ભર ભારત હેઠળ દેશના પ્રથમ ટોય ફેર 2021નું શનિવારે થશે ઉદ્વાટન

0
Social Share
  • દેશના પહેલા ટોય ફેર 2021નો શનિવારે થશે પ્રારંભ
  • Hamleysએ લીધી છે ટાઇટલ સ્પોન્સરશિપ
  • કેન્દ્ર સરકાર દ્વારા 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ડિજિટલ માધ્યમથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી: મોદી સરકારએ દેશમાં રમકડાં નિર્માણને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ભારત તેમજ વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે. જે હેઠળ હવે દેશમાં પ્રથમવાર વર્ચ્યૂઅલ ઇન્ડિયા ટૉય ફેર- 2021નું આયોજન થવા જઇ રહ્યું છે. તેમાં દેશભરના 1 હજારથી વધુ રમકડાં નિર્માતાઓના રમકડાં જોવા અને તેને ખરીદવાની તક મળશે.

India Toy Fair-2021ની વેબસાઇટ www.theindiatoyfair.inનું ઉદ્ઘાટન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય ટેક્સટાઇલ તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા ગુરુવારે સંયુક્ત રીતે કરવામાં આવી. આ વેબસાઇટ પર રમકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો રજિસ્ટ્રેશન કરી શકે છે. તેમાં પોલિસી મેકર, પેરેન્ટ્સ, સ્ટાર્ટઅપ, સ્ટુડન્ટ, ઇન્ડસ્ટ્રી વગેરે તમામને એક મંચ પર મળીને કામ કરવાનું રહેશે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એક સાથે મળીને કામ કરશે.

બ્રિટિશ મલ્ટીનેશનલ ટોય રિટેલર કંપની Hamleys જેની માલિકી રિલાયન્સ રિટેલ (Reliance Retail) પાસે છે તે આ ઇવેન્ટની ટાઇટલ સ્પોન્સર છે. Hamleys દ્વારા India Toy Fair 2021માં વર્યૂરિઅલ બુથ પણ ઊભું કરવામાં આવશે. મલ્ટીનેશનલ ટોય રિટેલર Hamleys દ્વારા મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં ટોય સર્કલ (Toy Circles)ને પણ લૉન્ચ કરવામાં આવશે. Hamleys CSR પ્રવૃત્તિ હેઠળ આંગણવાડી વર્કરના બાળકોને રમકડાની કીટ અને અન્ય રમતના સાધનો પૂરા પાડે છે. આંગણવાડીઓ માટે લાકડાથી બનાવેલા 743 રમકડા એકત્ર કરવામાં આવ્યા છે અને તેને બાળકોને રમવા માટે પૂરા પાડવામાં આવે છે.

આ અવસર પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, ભારતીય રમકડા એક ખુશહાલ નાનપણનું નિર્માણ ખંડ રહ્યું છે. તે મનોરંજનનું સાધન ઉપરાંત શીખવા અને વિકાસ તરફ અગ્રેસર રાખવાનું ઉપકરણ પણ છે. તેઓએ કહ્યું કે India Toy Fair-2021 કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉદ્યોગના વિભિન્ન હિતધારકો, વિશેષ કરીને બાળકો, માતા-પિતા અને શિક્ષકોને લાવવાની પહેલી પહેલ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code