1. Home
  2. ગુજરાતી
  3. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડનો કેસ, રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડનો કેસ, રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડનો કેસ, રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

0
Social Share
  • ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશ માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડ
  • આઇજી સ્તરના અધિકારીઓ તરફથી રેકોર્ડ સાથે છેડછાડનો કેસ
  • રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે આઇજી સ્તરના અધિકારીઓ તરફથી પોતાના રેકોર્ડ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી છે. આ પ્રકારનો છેડછાડનો કેસ સામે આવ્યો છે. સર્વિસ-રેકોર્ડ છેડછાડને જોતા રક્ષા મંત્રાલયે પ્રમોશન-બોર્ડને ભંગ કરવા સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.

ભારતીય કોસ્ટગાર્ડમાં જલ્દી જ આઇજી રેન્કના અધિકારીઓના એડિશન ડીજી રેન્ક માટે બઢતી થવા જઇ રહી હતી. આ માટે એક પ્રમોશન બોર્ડની રચના પણ કરવામાં આવી હતી પરંતુ આ દરમિયાન પ્રમોશન માટે કોસ્ટગાર્ડના અધિકારીઓએ પોતાના સેવા રેકોર્ડમાં છેડછાડ કરી છે જેથી એડિશનલ ડીજી રેન્ક પર તેમનું પ્રમોશન થઇ શકે.

આ એક આંતરિક તપાસ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને રક્ષા મંત્રાલયના એક જોઇન્ટ સેક્રેટરી રેન્ક અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે. જો કે આ સમગ્ર મામલે કોસ્ટગાર્ડની તરફથી કોઇ સત્તાકીય જાણકારી સામે નથી આવી.

ભારતીય કોસ્ટગાર્ડ દેશના દરિયાકાંઠા અને દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી દરિયાઈ સીમાઓની સુરક્ષામાં તૈનાત છે. આ સિવાય સમુદ્રમાં પ્રદૂષણ કોસ્ટ ગાર્ડ પણ સામે લડવા માટે નોડલ એજન્સી છે. દરિયામાં રાહત અને બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડનું પણ મહત્વનું યોગદાન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code